એટલે તેઓએે ‘યૂના’ને પૂછયું, “શાના લીધે અમારા પર આ મુસીબત ઉતરી છે? તારો વ્યવસાય શું છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? અને તું કઇ જ્ઞાતિનો માણસ છે?”
Cross references
પછી ફારુને તેના ભાઈઓને પ્રશ્ર્ન કર્યો, “તમે શો વ્યવસાય કરો છો?”એટલે તેમણે કહ્યું, “આપના સેવકો એટલે અમે અને અમાંરા પિતૃઓ ભરવાડ છીએ.
પછી યહોશુઆએ આખાનને કહ્યું, “પુત્ર, ઇસ્રાએલના દેવ યહોવાને આદર આપ અને તેં જે કાંઈ કર્યું હોય તે મને કહે. માંરાથી કશું છુપાવીશ નહિ.”
શાઉલે યોનાથાનને પૂછયું, “તે શું કર્યુું છે તે મને કહે.”યોનાથાને કહ્યું, “મેં માંરી લાકડીને છેડે લાગેલું સહેજ મધ ખાધું હતું. હું અહીં ઊભો છું અને હું મરવાને તૈયાર છું.”
દાઉદે તેને પૂછયું, “તારો ધણી કોણ છે? અને તું કયાંથી આવે છે?”તેણે કહ્યું, “હું મિસરી જુવાન છું. એક અમાંલેકીનો ગુલામ છું. પણ હું ત્રણ દિવસ પહેલા માંદો પડયો, તેથી માંરા ધણી મને મૂકીને ચાલ્યા ગયા.
તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે.