Home Bibles યોહાન 8:5 · ગુજરાતી બાઇબલ
યોહાન 8:5 · ગુજરાતી બાઇબલ

નિયમશાસ્ત્રમાં મૂસાએ આપણને આજ્ઞા કરી છે કે આવું કામ કરનાર પ્રત્યેક સ્ત્રીઓને આપણે પથ્થરોથી મારી નાખવી. અમારે શું કરવું, તે વિષે તું શું કહે છે?

Cross references

લેવીય 20:10

“જે કોઈ પુરુષ પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે તો તેને અને સ્ત્રીને બંનેને મૃત્યુદંડ આપવો.

પુનર્નિયમ 22:21

ગામના વડીલો તે સ્ત્રીને તેના બાપના ઘરના બારણા આગળ લઈ જાય અને ત્યાં ગામના લોકોએ તે સ્ત્રીને ઇટાળી કરીને માંરી નાખવી, કારણ કે, તેણે પોતાના પિતાના ઘરમાં જ વ્યભિચાર કરીને ઇસ્રાએલમાં ગુનો કર્યો છે. તમાંરે તમાંરી વચ્ચેથી એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ.

યર્મિયાનો વિલાપ 16:38

ખૂની અને વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. કેમકે હું ક્રોધિત અને દ્વેષિત છું.

યર્મિયાનો વિલાપ 23:47

તે લશ્કરની ટુકડી તેમને ઇંટાળી કરશે અને તરવારોથી તેમનો અને તેમનાં પુત્રો તથા પુત્રીઓનો સંહાર કરશે. અને તેમના ઘરોને બાળી મૂકશે.

માથ્થી 5:17

“એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું.

માથ્થી 19:6

એટલે એ પુરુંષ અને સ્ત્રી અલગ નહિ એક દેહ છે, જેને દેવે લાંબા સમય માટે જોડ્યા છે, કોઈપણ વ્યક્તિએ તેઓને જુદા પાડવા જોઈએ નહિ.”

માથ્થી 22:16

તેથી ફરીશીઓએ કેટલાક માણસોને અને હેરોદીઓને ઈસુની પાસે મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું પ્રમાણિક છે અને કોઈની શેહશરમમાં આવ્યા વિના તું દેવના માર્ગ વિષે સાચું શિક્ષણ આપે છે. તારી પાસે બધાજ લોકો સરખા છે.

Interlinear

Choose Theme