Home Bibles યોહાન 7:3 · ગુજરાતી બાઇબલ
યોહાન 7:3 · ગુજરાતી બાઇબલ

તેથી ઈસુના ભાઈઓએ તેને કહ્યું, “તારે અહીંથી નીકળી જવું જોઈએ અને યહૂદિયાના ઉત્સવમાં જવું જોઈએ. પછી ત્યાં તારા શિષ્યો તું જે ચમત્કારો કરે છે તે જોઈ શકશે.

Cross references

ઊત્પત્તિ 37:5

એક વખત યૂસફે એક વિચિત્ર સ્વપ્ન જોયું. અને પછી યૂસફે આ સ્વપ્નની બાબતમાં પોતાના ભાઈઓને વાત કરી. તેથી તેના ભાઈઓ તેને પહેલા કરતાં વધુ ઘૃણા કરવા લાગ્યા.

ઊત્પત્તિ 37:20

ચાલો તક મળતાં આપણે તેને માંરી નાખીએ અને કોઈ હવડ કૂવામાં નાખી દઈએ. અને આપણે આપણા પિતાને કહીશું કે, તેને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું છે. પછી આપણે જોઈશું કે, એના સ્વપ્નોનું શું થાય છે?”

1 શમુએલ 17:28

પરંતુ દાઉદના સૌથી મોટા ભાઈ અલીઆબે તેને લોકો સાથે વાત કરતાં સાંભળ્યો, એટલે તેને એકદમ ગુસ્સો ચડ્યો. તેણે દાઉદને કહ્યું. “તું અહીં શું કરે છે? અને તું વગડામાં તારાં મૂઠીભર ઘેટાં કોને સોંપીને આવ્યો? હું જાણું છું; તું કેવો ઘમંડી અને ઉદ્ધત છોકરો છે. તું લડાઈ જોવા જ આવ્યો છે ને?”

ચર્મિયા 12:6

અને આના કારણે તારા પોતાનાં ભાઇઓ અને તારા પોતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તને મારી નાખવા માટે તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. તેઓ ગમે તેટલા મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.”

માથ્થી 12:46

ઈસુ જ્યારે લોકોને વાત કરી રહયો હતો ત્યારે તેની સાથે વાત કરવાની ઈચ્છાથી તેની મા અને ભાઈઓ ઘરની બહાર ઊભા રહ્યા હતા.

માથ્થી 22:16

તેથી ફરીશીઓએ કેટલાક માણસોને અને હેરોદીઓને ઈસુની પાસે મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું પ્રમાણિક છે અને કોઈની શેહશરમમાં આવ્યા વિના તું દેવના માર્ગ વિષે સાચું શિક્ષણ આપે છે. તારી પાસે બધાજ લોકો સરખા છે.

માર્ક 3:31

પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો.

લૂક 8:19

ઈસુની મા અને તેના ભાઈઓ તેની મુલાકાતે આવ્યા ત્યાં બીજા લોકોની એટલી બધી ભીડ હતી કે તેની મા તથા ભાઈઓ તેની નજીક જઇ શક્યા નહિ.

લૂક 8:20

કોઈકે ઈસુને કહ્યું, “તારી મા તથા તારા ભાઈઓ બહાર ઊભા છે. તેઓ તને મળવા ઈચ્છે છે.”

યોહાન 7:5

(ઈસુના ભાઈઓએ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.)

યોહાન 7:10

તેથી ઈસુના ભાઈઓ પર્વમાં જવા વિદાય થયા. તેઓના વિદાય થયા પછી ઈસુ પણ ગયો. પરંતુ લોકો તેને ન જુએ તે રીતે ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 2:14

પછી પિતર અગિયાર બીજા પ્રેરિતો સાથે ઊભો રહ્યો. તે એટલા મોટા અવાજે બોલ્યો કે જેથી બધા લોકો સાંભળી શકે. તેણે કહ્યું, “મારા યહૂદિ ભાઈઓ તથા યરૂશાલેમમાં તમારામાંના બધા જે રહો છો, હું તમને કંઈક કહીશ, જે જાણવાની તમારે જરુંર છે. કાળજીપૂર્વક સાંભળો.

Interlinear

Choose Theme