Home Bibles ☰ Books યોહાન 5:4 · ગુજરાતી બાઇબલ
યોહાન 5:4 · ગુજરાતી બાઇબલ

કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા.

Cross references

2 રાજઓ 5:10

એલિશાએ અંદર રહીને જ તેને કહેવડાવ્યું કે, ‘તું યર્દન નદીએ જા; અને તેમાં સાત વખત સ્નાન કર, તારો કોઢનો રોગ મટી જશે અને તું શુદ્વ થશે.’

ગીતશાસ્ત્ર 119:60

તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; જરાય મોડું કર્યુ નથી .

નીતિવચનો 6:4

સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ.

નીતિવચનો 8:17

મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું. અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.

સભાશિક્ષક 9:10

જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.

યર્મિયાનો વિલાપ 47:8

તેણે મને કહ્યું, “આ પાણી પૂર્વમાં વહેતું યર્દનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃતસરોવરને જઇને મળે છે. એ જ્યારે મૃતસરોવરને જઇને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે.

હોશિયા 13:13

એના પ્રસવ માટે વેદના-પીડા શરૂ થઇ છે, પણ એ મૂર્ખ બાળક છે, કારણકે સમય થયો હોવા છતાં એ ઉદરમાંથી બહાર આવતું નથી.

ઝખાર્યા 13:1

તે સમય દરમ્યાન ઇસ્રાએલ અને યરૂશાલેમ માટે એક ઝરણું વહેવડાવામાં આવશે કે જે તેઓના પાપો અને અશુદ્ધતા ધોઇ નાખશે.

ઝખાર્યા 14:8

તે દિવસે યરૂશાલેમમાંથી ઝરણું વહેવા માંડશે; અડધું પૂર્વ સમુદ્રમાં જશે અને અડધું પશ્ચિમ સમુદ્રમાં જશે. એ ઉનાળામાં તેમ જ શિયાળામાં પણ સતત વહેતું જ રહેશે.

માથ્થી 6:33

પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે.

માથ્થી 11:12

યોહાન બાપ્તિસ્તના સમયથી આજદિન સુધી આકાશનું રાજ્ય આઘાત ઝીલતું રહ્યું છે, અને હિંસક સાધનોથી તેને છીનવી લેવાના પ્રયત્નો થયા છે.

લૂક 13:24

“સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો. ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ.

Interlinear

Choose Theme