Home Bibles યોહાન 20:14 · ગુજરાતી બાઇબલ
યોહાન 20:14 · ગુજરાતી બાઇબલ

જ્યારે મરિયમે આ કહ્યું, તેણે પછવાડે ફરીને જોયું તો ત્યાં ઈસુને ઊભેલો દીઠો. પણ તે જાણતી ન્હોતી કે તે ઈસુ હતો.

Cross references

ઊત્પત્તિ 42:8

અને યૂસફે તો તેના ભાઈઓને ઓળખ્યા પણ તે લોકોએ તેને ના ઓળખ્યો.

સભાશિક્ષક 3:3

નગરમાં રોન ફરતાં ચોકીદારોનો મને ભેટો થયો; મેં તેઓને પૂછયું, “મારા પ્રાણપ્રિયને તમે જોયો?”

માથ્થી 28:9

તેઓ દોડતી જતી હતી, એવામાં તેઓએ ઈસુને ઉભેલો જોયો. ઈસુએ તેઓને કુશળતા પાઠવી. તેઓએ ઈસુના પગ પકડી તેનું ભજન કર્યુ.

માર્ક 16:9

ઈસુ અઠવાડિયાના પ્રથમ દિવસે મૂએલામાંથી ઊઠ્યો. ઈસુએ પોતાની જાતે પ્રથમ મરિયમ મગ્દાલાને દર્શન આપ્યા. એક વખત ભૂતકાળમાં ઈસુએ મરિયમમાંથી સાત અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા હતા.

માર્ક 16:12

પાછળથી ઈસુએ પોતાના દર્શન આપ્યા. જ્યારે શિષ્યો પોતાના ખેતરમાં ચાલતા જતા હતા ત્યારે થોડા સમય પછી ઈસુએ પોતાની જાતે તે લોકોને દર્શન આપ્યા. પરંતુ ઈસુ મરણ પામતા પહેલા જેવો દેખાતો નહોતો.

લૂક 4:30

છતાં ઈસુ તો ટોળાની વચમાં થઈને નીકળ્યો અને ચાલ્યો ગયો.

લૂક 24:16

(પણ પેલા બે માણસોને ઈસુને ઓળખવાની દષ્ટિ નહોતી.)

લૂક 24:31

તે વખતે, તેઓને ઈસુને ઓળખવાની દષ્ટિ મળી. પણ જ્યારે તેઓએ જોયું કે તે કોણ હતો ત્યારે તે અદ્ધશ્ય થઈ ગયો.

યોહાન 8:59

જ્યારે ઈસુએ આ કહ્યું, ત્યારે લોકોએ તેના તરફ ફેંકવા માટે પથ્થર ઉપાડ્યા. પરંતુ ઈસુ છુપાઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો.

યોહાન 21:4

બીજી વહેલી પરોઢે ઈસુ સમુદ્રકાંઠે ઊભો હતો. પરંતુ શિષ્યોએ તેને ઓળખ્યો નહિ કે તે ઈસુ હતો.

Interlinear

Choose Theme