Home Bibles યોહાન 18:5 · ગુજરાતી બાઇબલ
યોહાન 18:5 · ગુજરાતી બાઇબલ

તે માણસોએ ઉત્તર આપ્યો, “નાઝરેથના ઈસુને.”ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” (યહૂદા, જે એક ઈસુની વિરૂદ્ધ થયો તે તેઓની સાથે ત્યાં ઊભો હતો.)

Cross references

યશાયા 3:9

તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; તેઓ સદોમના લોકોની જેમ પોતાના પાપનું પ્રદર્શન કરે છે. તેઓ પાપને છુપાવતાં નથી; તેમનું ભવિષ્ય ભયંકર છે અફસોસ! તેમણે પોતે જ આફત વહોરી લીધી છે.

ચર્મિયા 8:12

મૂર્તિઓની પૂજા કરવાને લીધે, શું તેઓને શરમ લાગે છે? ના, તેઓને સહેજે શરમ લાગતી નથી; વળી શરમ શું છે તે પણ તેઓ જાણતા નથી! તે કારણે હું જોઇશ કે આથી બીજાની જેમ તેમનું પણ પતન થશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ભોંયભેગા થઇ જશે.” આ યહોવાના વચન છે.

માથ્થી 2:23

યૂસફ નાસરેથ ગામમાં ગયો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય. દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારીકહેવાશે.

માથ્થી 21:11

તે ટોળામાંથી ઘણાએ ઉત્તર આપ્યો, “આ તો ગાલીલના નાસરેથમાંનો પ્રબોધક ઈસુ છે.”

યોહાન 1:46

પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?” ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”

યોહાન 19:19

પિલાતે એક નિશાની લખી અને વધસ્તંભ પર મૂકી. તે નિશાની પર લખેલું હતું. “નાઝરેથનો ઈસુ, યહૂદિઓનો રાજા.”

Interlinear

Choose Theme