Home Bibles યોહાન 13:20 · ગુજરાતી બાઇબલ
યોહાન 13:20 · ગુજરાતી બાઇબલ

હું તમને સત્ય કહું છું. જે કોઈને હું મોકલું છું તેનો સ્વીકાર જે કરે છે તે મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે તે મારા મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”

Cross references

માથ્થી 10:40

“જે માણસ તમને સ્વીકારે છે, તે મને સ્વીકારે છે, અને જે વ્યક્તિ મને સ્વીકારે છે તે જેણે મને મોકલ્યો તેને સ્વીકારે છે.

માથ્થી 25:40

“પછી રાજા ઉત્તર આપશે, ‘હું તમને સત્ય કહું છું. તમે મારા લોકોમાંના એકના માટે અહીં જે બધું કર્યુ તે બધું તમે મારા માટે જ કર્યુ.’

માર્ક 9:37

‘જો કોઈ વ્યક્તિ મારા નામે આ નાના બાળકોને સ્વીકાર કરશે તો તે વ્યક્તિ મને પણ સ્વીકારે છે. અને જો વ્યક્તિ મને સ્વીકારે છે તો પછી તે વ્યક્તિ મને મોકલનારને (દેવને) પણ સ્વીકારે છે.’

લૂક 9:48

પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે કોઈ મારે નામે આ નાનાં બાળકનો અંગીકાર કરે છે તે વ્યક્તિ મારો અંગીકાર કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિ મારો અંગીકાર કરે છે, ત્યારે તે મારા મોકલનારનો પણ અંગીકાર કરે છે. તમારામાંનો એ વ્યક્તિ સૌથી મહત્વનો વ્યક્તિ છે જે નમ્ર છે.”

લૂક 10:16

“જ્યારે કોઈ વ્યક્તિ તમને ધ્યાનથી સાંભળે છે, તે વ્યક્તિ ખરેખર મને પણ ધ્યાનથી સાંભળે છે અને જ્યારે કોઈ વ્યક્તિ તમને સ્વીકારવાની ના પીડે, ત્યારે તે મને પણ સ્વીકારવાની ના પાડે છે. અને જે મને સ્વીકારવાની ના પાડે છે, તે જેણે મને અહીં મોકલ્યો છે તેને સ્વીકારવાની ના પાડે છે.”

યોહાન 12:44

પછી ઈસુએ મોટા સાદે કહ્યું, “જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરે છે તેણે ખરેખર જેણે (દેવે) મને મોકલ્યો છે તેનામાં પણ વિશ્વાસ કરે છે.

ગલાતીઓને પત્ર 4:14

મારી માંદગી તમારા ઉપર બોજારૂપ બની હતી. પરંતુ તમે મને ધિક્કાર્યો નહોતો. તમે મારાથી દૂર નાસી ગયા નહોતા. તમે મને દેવના દૂતની જેમ આવકાર્યો હતો. જાણે કે હૂં પોતે જ દેવનો દૂત હોઉ તે રીતે તમે મને અપનાવ્યો હતો. અને હું પોતે જ ઈસુ ખ્રિસ્ત હોઉં તેમ તમે મને સ્વીકાર્યો!

કલોસ્સીઓને પત્ર 2:6

તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તેથી કોઈ પણ પરિવર્તન લાવ્યા વિના તેને અનુસરવાનું ચાલુ રાખો.

1 થેસ્સલોનિકીઓને 4:8

એ માટે જે વ્યક્તિ દેવના ઉપદેશનો અસ્વીકાર કરે છે તે માણસનો અસ્વીકાર કરતો નથી, તે દેવનો અસ્વીકાર કરે છે. અને દેવ એ એક છે જે તમને તેનો પવિત્ર આત્મા પ્રદાન કરી રહ્યો છે.

Interlinear

Choose Theme