Home Bibles યોહાન 11:16 · ગુજરાતી બાઇબલ
યોહાન 11:16 · ગુજરાતી બાઇબલ

પછી થોમાએ (જે દિદુમસ કહેવાય છે) બીજા શિષ્યોને કહ્યું, “આપણે પણ જઈશું. આપણે યહૂદિયામાં ઈસુ સાથે મૃત્યુ પામીશું.”

Cross references

માથ્થી 10:3

ફિલિપ અને બર્થોલ્મી; થોમા તથા કર ઉઘરાવનાર માથ્થી; અલ્ફીનો દીકરો યાકૂબ અને થદી;

માથ્થી 26:35

પરંતુ પિતરે ઉત્તર આપ્યો, “જો કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહિ કરું!” અને બીજા શિષ્યોએ પણ એમ જ કહ્યું.

માર્ક 3:18

આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી તથા સિમોન કનાની તથા

લૂક 6:15

માથ્થીને તથા થોમાને, યાકૂબને (અલ્ફીના દીકરો) તથા સિમોન, જેને ઝેલોટીસ કહેતા હતા. તેને,

લૂક 22:33

પણ પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, હું તારી સાથે જેલમાં આવવા તૈયાર છું, હું તારી સાથે મરવા માટે પણ તૈયાર છું!”

યોહાન 11:8

શિષ્યોએ કહ્યું, “પણ રાબ્બી, યહૂદિયામાં યહૂદિઓ તને પથ્થરો વડે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. તે ફક્ત થોડા સમય અગાઉ થયું હતું. હવે તું ત્યાં પાછો જવા ઈચ્છે છે?”

યોહાન 13:37

પિતરે પૂછયું, “પ્રભુ, હવે હું શા માટે તારી પાછળ આવી શકું નહિ? હું તારા માટે મરવા પણ તૈયાર છું.”

યોહાન 14:5

થોમાએ કહ્યું, “પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતાં નથી. તેથી અમે તે માર્ગ કેવી રીતે જાણી શકીએ?”

યોહાન 20:24

થોમા (દીદુમસ કહેવાતો) જ્યારે ઈસુ આવ્યો ત્યારે બીજાઓની સાથે તે નહોતો. થોમા તે બારમાંનો એક હતો.

યોહાન 21:2

શિષ્યોમાંના કેટલાક ભેગા થયા હતા. તેઓમાં સિમોન પિતર, થોમા (જે દીદુમસ કહેવાતો હતો તે) ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના બે દીકરાઓ, અને બીજા બે શિષ્યો હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 1:13

તે પ્રેરિતો શહેરમાં પ્રવેશ્યા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં મેડી પરના ઓરડામાં ગયા. તે પ્રેરિતો હતા, પિતર, યોહાન, યાકૂબ, આંન્દ્રિયા, ફિલિપ, થોમા, બર્થોલ્મી, માથ્થી, યાકૂબ (અલ્ફીનો દીકરો), સિમોન (ઝલોતસ) તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા.

Interlinear

Choose Theme