Home Bibles ☰ Books અયૂબ 9:11 · ગુજરાતી બાઇબલ
અયૂબ 9:11 · ગુજરાતી બાઇબલ

તે મારી બાજુમાંથી પસાર થાય છે; પણ હું તેમને જોઇ શકતો નથી. તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઇ શકતો નથી.

Cross references

અયૂબ 23:8

પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું અને એ ક્યાંય નજરે પડતા નથી.

અયૂબ 23:9

જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી. જ્યારે દેવ દક્ષિણ તરફ ફરે છે તે ત્યાં પણ દેખાતા નથી.

અયૂબ 35:14

તેથી અયૂબ, તું કહે છે કે, તું તેને જોતો નથી, ત્યારે દેવ તેને સાંભળશે નહિ. તુું કહે છે કે તું દેવને મળવાની તકની રાહ જુએ છે અને તારી નિદોર્ષતા સાબિત કરે છે.

ગીતશાસ્ત્ર 77:19

તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં; તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.

1 તિમોથીને 6:16

દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન.

Interlinear

Choose Theme