Home Bibles ☰ Books અયૂબ 7:5 · ગુજરાતી બાઇબલ
અયૂબ 7:5 · ગુજરાતી બાઇબલ

મારા શરીર પર ધૂળ જામી જાય છે અને એમાં કીડા પડ્યાં છે. મારી ચામડી સૂકાઇને તરડાઇ ગઇ છે.

Cross references

અયૂબ 2:7

પછી યહોવા પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી દુ:ખદાયક ગૂંમડાથી ભરી દીધો.

અયૂબ 9:31

તો પણ દેવ મને ખાઇમાં નાખી દેશે અને મારા પોતાનાં જ વસ્ત્રો મને ઘૃણા કરશે.

અયૂબ 13:28

જો કે હું નીચે પડી સડી ગયેલ વૃક્ષ જેવો છું અને ઊધઇથી ખવાઇ ગયેલા વસ્ર જેવો છું.”

અયૂબ 17:7

દુ:ખથી આંસુ સારવાથી હવે મારી આંખે અંધારા આવે છે,અને મારાં અંગો પડછાયા જેવા બની ગયા છે.

અયૂબ 17:14

મેં કબરને એમ કહ્યું છે, ‘તમે મારા પિતા છો.’ મેં કીડાઓને કહ્યું છે, ‘તમે મારી માતા અને બહેનો છો.’

અયૂબ 19:20

હું ખૂબ પાતળો છું, મારાં હાડકાંમાંથી મારી ચામડી ઢીલાશથી લટકે છે. મારામાં થોડોકજ જીવ બાકી રહ્યો છે.

અયૂબ 19:26

મારી ચામડી ઉતરડાઇ જશે અને મારો દેહ પડી જશે પછી પણ હું મારા દેવને મળીશ.

અયૂબ 24:20

તેની માતા તેને ભૂલી જશે. કીડો મગ્નથી તેનું ભક્ષણ કરી જશે, તેને કોઇ સંભારશે નહિ, દુરાચારી માણસ કોહવાયેલાં વૃક્ષની જેમ તૂટી પડે છે.

અયૂબ 30:18

દેવે મારો કાંઠલો પકડ્યો અને મારા વસ્ત્રોને ચોળીને બગાડી નાખ્યા છે.

ગીતશાસ્ત્ર 38:5

મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.

ગીતશાસ્ત્ર 38:6

હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું, અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.

યશાયા 1:6

પગના તળિયાથી માંડીને તે માથા સુધી કોઇ અંગ સાજુ નથી; ફકત ઘા, ઉઝરડા અને દૂઝતા ઘા છે; નથી તમે તમારા ઘા સાફ કર્યા કે નથી પાટા બાંધ્યા, નથી તેના પર તેલ ચોપડવામાં આવ્યું.

યશાયા 14:11

તારા વૈભવનો તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના સંગીતનો અંત આવ્યો છે. તું શેઓલમાંપહોંચી ગયો છે. તારી પથારી અળસિયાઁની છે અને કૃમિ જ તારું ઓઢણ છે!

યશાયા 66:24

“અને તેઓ બહાર જશે ત્યારે મારી સામે બળવો કરનારાંના મુડદાં તેઓ જોશે; કારણ કે તેઓનો કીડો કદી મરનાર નથી; તેઓનો અગ્નિ ઓલવાશે નહિ; અને તેઓ સમગ્ર માણસજાતને ધિક્કારપાત્ર થઇ પડશે.” 

યર્મિયાનો વિલાપ 20:43

પછી, તમે યાદ કરશો કે, પહેલાં તમે દુષ્કૃત્યો કરીને કેવા અશુદ્ધ થયા હતા અને તમે આચરેલા પાપોને કારણે તમને તમારા પોતાના પર ધૃણા પેદા થશે.

Interlinear

Choose Theme