એક ઘોડો ખુશ છે કારણકે તે ખૂબ બળવાન છે. તે તેની પગની ખરીથી જમીન ખોતરે છે અને યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.
Cross references
જેવા ધોડાઓ પૂરપાટ દોડવા લાગ્યા કે તેમના દાબડા ભોંય પર પડધાવા લાગ્યા.
પલિસ્તીઓની છાવણીમાંથી ગોલ્યાથ નામનો એક યોદ્ધો ઇસ્રાએલીઓને દ્વંદ્ધયુદ્ધ માંટે પડકારવા બહાર આવ્યો. તે ગાથનો વતની હતો. તે આશરે નવ ફૂટ ઊંચો હતો.
તેણે દાઉદને ધારી ધારીને જોયો અને તેના ઉપર હસતો હતો, કારણ કે તે દાઉદ તો હજુ એક ગલગોટા જેવો રૂપાળો જુવાન હતો.
તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે, તે દોડની સ્પર્ધાના આનંદિત, તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે પરંતુ વિજય તો યહોવાના હાથમાં હોય છે.
મેં તમને ધ્યાનથી સાંભળ્યા છે, પણ કોઇ સાચું બોલતું નથી, કોઇ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી, કહેતું પણ નથી કે, “અરે અમે આ શું કર્યું?” જેમ ઘોડો યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે, તેમ તેઓ પાપનાં રસ્તા પર વેગથી આગળ વધે છે.
યહોવા કહે છે, “જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને પોતાના બળની કે ધનવાને પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ.