જમીન ખેડવા માટે તમે તેને ઉપયોગમાં લઇ શકશો? શું તે તમારા માટે હળ ખેંચશે?
Cross references
એ જ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા છે, અને તે જ એમને ઇસ્રાએલીઓને જંગલી આખલા જેવી તાકાત આપે છે.
એક સંદેશવાહક આવ્યો અને અયૂબને જણાવ્યુ, “તમારા બળદો ખેતર ખેડતા હતા અને પાસે ગધેડા ચરતાં હતા.
જંગલી ગધેડાંને કોણે છૂટો મૂક્યો? અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે?
જંગલી ગધેડાઓ ઘોંઘાટવાળા નગરો પર હસે છે. અને કોઇ તેઓને અંકુશમાં લઇ શકતા નથી.
શું તું તેની સાથે પાળેલા પક્ષીઓની જેમ રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી નોકરાણીઓ તેની સાથે રમી શકે?
પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો, હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
તમારામાં આધીનતા નથી, તેથી હું તમારી વિરૂદ્ધ જઇશ; તમારા અસંખ્ય પાપો બદલ તમને શિક્ષા કરવા હું વિદેશી સૈન્યોને તમારી વિરૂદ્ધ ભેગા કરીશ.
હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો; સિયોનની પુત્રી માટે તે પાપની શરુઆત હતી; અને તમારામાં ઇસ્રાએલના અપરાધ મળ્યા હતા.