Home Bibles અયૂબ 38:34 · ગુજરાતી બાઇબલ
અયૂબ 38:34 · ગુજરાતી બાઇબલ

શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો? જેથી તમે પુષ્કળ વરસાદ લાવી શકો?

Cross references

1 શમુએલ 12:18

પદ્ધી શમુએલે યહોવાને વિનંતી કરી. એજ દિવસે યહોવાએ ગર્જના વિજળી તથા વરસાદ મોકલ્યા, આને કારણે લોકો યહોવૅંથી અને શમુએલથી ડરવા લાગ્યા.

અયૂબ 22:11

એટલા માટે તું અંધકારમાં જોઇ શકતો નથી, અને પુરના પાણી તને ઢાંકી દે છે.

અયૂબ 36:27

દેવ, પૃથ્વી પરથી પાણીને ઊંચે લઇ જઇ અને તેનું ઝાકળ અને વરસાદમાં રૂપાંતર કરે છે.

આમોસ 5:8

જે કૃત્તિકા સપ્તષિર્ અને મૃગશિરનો રચનાર છે, જે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે. અને દિવસને અંધારી રાતમાં ફેરવી નાખે છે, જે સાગરના જળને બોલાવીને વરસાદ તરીકે પૃથ્વી પર વરસાવે છે, તેનું નામ યહોવા છે.

ઝખાર્યા 10:1

વસંતઋતુમાં વરસાદ માટે યહોવાને પોકારો. તે યહોવા છે જે વાદળો અને વરસાદને મોકલે છે અને દરેક માણસના ખેતરમાં લીલોતરી ઉગાડે છે;

યાકૂબનો 5:18

પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે. અને આકાશમાંથી વરસાદ પડ્યો, અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો.

Interlinear

Choose Theme