અયૂબ 38:27 · ગુજરાતી બાઇબલ
જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે, તે માટે ત્યાં વરસાદ કોણ મોકલે છે?
Cross references
અયૂબ 37:13
દેવ પૂર લાવી લોકોને શિક્ષા કરવા અથવા તો પાણી લાવી પોતાનો પ્રેમ દર્શાવવા વાદળો બનાવે છે.
ગીતશાસ્ત્ર 104:14
તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે, તે આપણને ખેડવા છોડ આપે છે, અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
ગીતશાસ્ત્ર 107:35
વળી તે રણમાં સરોવર કરે અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે
ગીતશાસ્ત્ર 147:8
તે આકાશને વાદળોથી ઢાંકે છે; પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે; તે પહાડો પર ઘાસ ઉગાડે છે.