તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે. આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે!
Cross references
કારણકે એને ધરતીના છેડાની જાણ છે, આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે.
પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે; ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ; તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.
શું તમે હજુ પણ સમજતાં નથી? હજુ પણ તમે એ જાણી શક્યા નથી કે યહોવા તે સનાતન દેવ છે, તે આ વિશાળ વિશ્વના સર્જનહાર છે, એ કદી થાકતા નથી કે હારતા નથી; તેના જ્ઞાનનો તાગ કોઇ પામી શકે તેમ નથી
જો ઉપરનું આકાશ માપી શકાય અને નીચેની ધરતીના તળીયાનો તાગ માપી શકાય, તો જ હું ઇસ્રાએલની સમગ્ર પ્રજાનો તેમણે જે કઇં કર્યું છે તે માટે તિરસ્કાર કરી શકું.” આ યહોવાના વચન છે.
શેતાનના લશ્કરે પૃથ્વીની આખી સપાટી પર કૂચ કરીને દેવના લોકોની છાવણીની આજુબાજુ અને તે શહેર જેને દેવ ચાહે છે તેની આજુબાજુ ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ નીચે ઊતર્યો અને શેતાનના લશ્કરનો વિનાશ કર્યો.