Home Bibles અયૂબ 37:14 · ગુજરાતી બાઇબલ
અયૂબ 37:14 · ગુજરાતી બાઇબલ

હે અયૂબ, સાંભળ, જરા થોભ, અને દેવના અદ્ભૂત કાર્યોનો વિચાર કર!

Cross references

નિર્ગમન 14:13

પરંતુ મૂસાએ લોકોને ઉત્તર આપ્યો, “ગભરાશો નહિ, ભાગો નહિ, મક્કમ રહો, ને થોડી વાર ઊભા રહો અને જુઓ કે આજે યહોવા તમાંરા લોકોનો શી રીતે ઉદ્ધાર કરે છે! આજ પછી તમે આ મિસરવાસીઓને ફરી કયારેય જોશો નહિ.

અયૂબ 26:6

દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઇ ઢાંકણ નથી.

અયૂબ 36:24

તેમણે પ્રતાપી કાર્યો કરેલા છે. તેમણે કરેલાં મહાન કાર્યો માટે તેમની સ્તુતિ કરવાનું યાદ રાખ. લોકોએ દેવની સ્તુતિ વર્ણવતા ઘણા ગીતો લખ્યા છે.

ગીતશાસ્ત્ર 46:10

દેવ કહે છે, “લડાઇ બંધ કરો, નિશ્ચૈ જાણો, કે હું દેવ છું, સવેર્ રાષ્ટો મારો આદર કરશે. અને હું પૃથ્વી પર સૌથી મહાન માનવામાં આવીશ.”

ગીતશાસ્ત્ર 111:2

યહોવાના કાર્યો મહાન છે; લોકોને જે સારી વસ્તુઓ જોઇએ છે જે દેવ પાસેથી આવે છે.

ગીતશાસ્ત્ર 145:5

હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ; હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.

ગીતશાસ્ત્ર 145:10

હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો, અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.

સભાશિક્ષક 7:13

દેવનાં કામનો વિચાર કરો; જે તેણે વાંકુ કર્યુ છે, તેને સીધું કોણ કરી શકશે?

હબાક્કુક 2:20

પરંતુ યહોવા તેમના પવિત્ર મંદિરમાં છે; સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ મૌન થઇ જાઓ.

Interlinear

Choose Theme