અયૂબ 35:12 · ગુજરાતી બાઇબલ
તેઓ બૂમો પાડે છે, પણ કોઇ એમને સાંભળતું નથી, કારણકે એમનામાં અનિષ્ટનું અભિમાન હોય છે.
Cross references
ગીતશાસ્ત્ર 18:41
તેઓએ ઘણી બૂમો પાડી છતાં તેઓને બચાવનાર કોઇ નહોતું. હા, તેઓએ યહોવાને વિનંતી કરી, પરંતુ કોઇ જવાબ મળ્યો નહિ.
ગીતશાસ્ત્ર 73:6
તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે; તેઓએ હિંસા રૂપી વસ્ર ધારણ કર્યા છે.
ગીતશાસ્ત્ર 123:3
અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો; ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ.
નીતિવચનો 1:28
“ત્યારે તેઓ મને બોલાવશે તો પણ હું ઉત્તર આપીશ નહિ, તમે મને ખંતથી શોધશો પણ હું તમને મળીશ નહિ.
યશાયા 14:14
હું વાદળોથી પણ ઉપર જઇશ અને પરાત્પર દેવ સમાન બનીશ.”
યોહાન 9:31
આપણે બધા જાણીએ છીએ કે દેવ પાપીઓને ધ્યાનથી સાંભળતો નથી. પરંતુ દેવ તે વ્યક્તિને ધ્યાનથી સાંભળશે જે તેની ભક્તિ કરતો હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય.