Home Bibles ☰ Books અયૂબ 34:15 · ગુજરાતી બાઇબલ
અયૂબ 34:15 · ગુજરાતી બાઇબલ

તો તમામ સજીવોનો વિનાશ થાય અને માણસ જાત પાછી ધૂળ ભેગી થઇ જાય.

Cross references

ઊત્પત્તિ 3:19

તારે તારા પોતાનાં ભોજન માંટે ખૂબ પરિશ્રમ કરવો પડશે. જયાં સુધી પરસેવો ન થાય ત્યાં સુધી તું પરિશ્રમ કરીશ. જયાં સુધી તારું મૃત્યુ ન થાય ત્યાં સુધી તું સખત પરિશ્રમ કરીશ. તે સમયે તું ફરીવાર માંટી થઈ જઈશ. જયારે મેં તને બનાવ્યો ત્યારે માંટીમાંથી જ બનાવ્યો હતો. અને જયારે તું મૃત્યુ પામીશ ત્યારે એ જ માંટીમાં પાછો મળી જઈશ.”

અયૂબ 9:22

‘માણસ કદાચ ભલે વાંક વગરનો કે અનિષ્ટ હોય પરંતુ દરેકને સરખીજ વસ્તુ થાય છે. તે બધાનો નાશ કરે છે.’

અયૂબ 10:9

યાદ રાખો કે હું માટીમાંથી બનેલો છું. શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?

અયૂબ 30:23

હું જાણું છું કે તમે મને મોતને ઘાટ ઉતારી રહ્યા છો, જ્યા બધા જીવંત માણસોને મળવાનું છે ત્યાં તમે મને લઇ જાઓ છો.

ગીતશાસ્ત્ર 90:3

તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો, અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.

સભાશિક્ષક 12:7

અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.

યશાયા 27:4

હું હવે દ્રાક્ષાવાડી પ્રત્યે ક્રોધિત નથી, પણ હવે અહીં જો કાંટા અને ઝાંખરા ઊગે તો હું તેનો સામનો કરી તેને બાળીને ભસ્મ કરી નાખીશ.

યશાયા 57:16

કારણ કે હું સદાકાળ તમારી પર ગુસ્સો કરીશ નહિ, અને આખો વખત તમને ઠપકો આપ્યા કરીશ નહિ. કારણ, બધામાં પ્રાણ પૂરનાર, હું જ છું. જો એમ ન હોય તો મારા જ સજેર્લા બધાં લોકો મારી સામે મૂછિર્ત થઇ જશે.

Interlinear

Choose Theme