Home Bibles અયૂબ 33:4 · ગુજરાતી બાઇબલ
અયૂબ 33:4 · ગુજરાતી બાઇબલ

દેવના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે, સર્વસમર્થ દેવનો શ્વાસ મને જીવન આપે છે.

Cross references

ઊત્પત્તિ 2:7

ત્યારે યહોવા દેવે ભૂમિ પરથી માંટી લીધી અને મનુષ્યનું સર્જન કર્યું. અને તેના નસકોરામાં પ્રાણ ફંૂકયો તેથી મનુષ્યમાં જીવ આવ્યો.

અયૂબ 10:3

દેવ, શું મને દુ:ખ આપીને તમને આનંદ મળે છે? એવું લાગે છે તમે જે સર્જન કર્યુ છે તેની તમને કાળજી નથી. અથવા તો કદાચ તમે દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થાઓ છો?

અયૂબ 10:12

તમે મને જીવન આપ્યું, મારી સાથે દયાળુ રહ્યાં, તમે મારું ધ્યાન રાખ્યું અને મારા આત્માનું રક્ષણ કર્યું.

અયૂબ 27:3

જ્યાં સુધી હું જીવું છું અને દેવનો શ્વાસ મારાઁ નસકોરાઁમાં છે,

અયૂબ 32:8

પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે. ને સર્વસમર્થ દેવનો શ્વાસ લોકોને સમજાવે છે.

ગીતશાસ્ત્ર 33:6

એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું, અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.

ગીતશાસ્ત્ર 104:30

પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે; અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.

રોમનોને પત્ર 8:2

મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.

1 કરિંથીઓને 15:45

પવિત્રશાસ્ત્માં લખ્યું છે કે: “પ્રથમ પુરુંષ (આદમ) સજીવ પ્રાણી થયો.”પરંતુ અંતિમ આદમ એ આત્મા થયો કે જે જીવન પ્રદાન કરે છે.

Interlinear

Choose Theme