Home Bibles અયૂબ 31:33 · ગુજરાતી બાઇબલ
અયૂબ 31:33 · ગુજરાતી બાઇબલ

જો આદમની જેમ મેં મારાં પાપ સંતાડ્યાં હોય,

Cross references

ઊત્પત્તિ 3:7

પછી પુરુષ અને સ્ત્રી બંન્ને બદલાઈ ગયાં. અને તેઓની આંખો ઉઘડી ગઇ. તેઓેએે જોયું કે, તેઓ વસ્રહીન છે; એટલે તેમણે અંજીરીનાં પાંદડાં સીવીને પોતાના અંગ ઢાંકયાં.

ઊત્પત્તિ 3:8

પછી પેલા પુરુષ અને સ્ત્રીએ દિવસના ઠંડા પહોરમાં બાગમાં યહોવા દેવના ફરવાનો અવાજ સાભળ્યો. તેઓ બાગના વૃક્ષોમાં છુપાઈ ગયાં.

ઊત્પત્તિ 3:12

પુરુષે કહ્યું, “તમે જે સ્ત્રી માંરા માંટે બનાવી, તેણે મને એ વૃક્ષનાં ફળ આપ્યાં, ને મેં ખાધાં.”

યહોશુઆ 7:11

ઇસ્રાએલીઓએ પાપ કર્યુ છે અને માંરો કરાર તોડ્યો છે, જેને અનુસરવા મે આજ્ઞા કરી હતી. મે વિનાશ કરવા માંટે આજ્ઞા કરી હતી તે શાપિત વસ્તુઓમાંથી તેઓએ ચોરી કરી છે. અને એના વિષે તેઓએ કહ્યું નહિ. અને તેમણે ચોરેલી વસ્તુઓ છુપાવી દીધી છે.

2 રાજઓ 20:15

યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?” હિઝિક્યાએ કહ્યું, “એ લોકોએ મારા મહેલમાં બધું જ જોયું છે. જે કંઇ પણ ભંડારમાં હતું તે બધું તેમણે જોયું છે, ત્યાં કંઇ બાકી નહોતું રાખ્યું જે મેં તેમને ન બતાવ્યું હોય.”

નીતિવચનો 28:13

જે માણસ પોતાના અપરાધોને ઢાંકે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.

હોશિયા 6:7

પણ તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે; મારા પ્રેમનો અનાદર કર્યો છે:

પ્રેરિતોનાં ક્રત્યો 5:8

પિતરે તેને કહ્યું, “તારા ખેતરના તને કેટલા પૈસા મળ્યા તે મને કહે. શું તે આટલા જ હતા (જે રકમ અનાન્યાએ કહી)?”સફિરાએ જવાબ આપ્યો, “હા, ખેતર માટે જે મળ્યું તે બધું જ.”

1 યોહાનનો પત્ર 1:8

જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી તો, આપણે આપણી જાતને મૂર્ખ બનાવીએ છીએ, અને સત્ય આપણી અંદર નથી.

Interlinear

Choose Theme