Cross references
તમે, આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર કે તારાઓની સેવાપૂજા કરશો નહિ. તમાંરા દેવ યહોવાએ એમને તો પૃથ્વી પર વસતા બધાં લોકોના લાભ માંટે આપેલા છે.
“પણ જોજો, સાવધ રહેજો, તમાંરું હૃદય ભોળવાઈ જઈને આડે રસ્તે ચઢીને બીજા દેવોની સેવામાં લાગી ન જાય.
“જો તમાંરા ખૂબ જ નજીકના સગામાંનું કોઇ, અથવા તમાંરા ખાસ મિત્રોમાંનું કોઇ, તમાંરો પુત્ર અથવા પુત્રી અથવા તમાંરી પ્રિય પત્ની તમને ખાનગીમાં ઉશ્કેરે અને અન્ય દેવો કે જેઓને તમે કે તમાંરા પિતૃઓએ કદી પૂજ્યા નથી, તેઓનું પૂજન કરવા લલચાવે.
પરંતુ હજી પણ 7,000 એવા ઇસ્રાએલીઓ છે, જેઓ કદી બઆલને નમ્યા નથી કે નથી તેને તેની મૂર્તિને ચુમ્યાં.”
તેના પુત્રને ચુંબન કરો, જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય. કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે. જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.
પોતાને મૂર્ખ બનાવનાર મનુષ્ય રાખ ખાવાનું ચાલુ રાખે છે; તેના મિત ચિત્તે તેને ભમાવ્યો છે; તેનો ઉદ્ધાર થાય એમ નથી, કારણ, તે એટલું પણ સમજતો નથી કે, “મારા જમણા હાથમાં છે એ તો જૂઠી વસ્તુ છે.”
પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લઇ આવ્યા. તો ત્યાં મંદિરના પ્રવેશદ્વાર આગળ, મંદિર અને વેદીની વચ્ચે આશરે પચીસ માણસો પવિત્રસ્થાન તરફ પીઠ કરીને અને પૂર્વાભિમુખ થઇને ઊગતા સૂરજની પૂજા કરવા માટે નીચે નમતા હતા.
અને હવે તેઓ પાપ ઉપર પાપ કર્યા જ જાય છે અને પોતાને માટે પોતાની કલ્પના પ્રમાણેની ચાંદીની ઢાળેલી મૂર્તિઓ બનાવડાવે છે. એ બધી તો કારીગરે બનાવેલી છે, છતાં તેઓ કહે છે કે,”આને બલિ ચઢાવો.” માણસો વાછરડાઓને ચુંબન કરે છે!
આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો.
દેવ વિશે સાચું જ્ઞાન મેળવવું એ જ મહત્વની બાબત છે એમ લોકો સમજી શક્યા નહિ. તેથી દેવે આવા લોકોનો ત્યાગ કર્યો અને તેઓને નક્કામા અને અવિચારી માર્ગે જવા દીઘા. જે ન કરવું જોઈએ એવું લોકો કરતા આવ્યા છે.