Home Bibles અયૂબ 30:20 · ગુજરાતી બાઇબલ
અયૂબ 30:20 · ગુજરાતી બાઇબલ

હે દેવ, હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.

Cross references

અયૂબ 19:7

જો હું એમ બૂમો પાડું, “મારી મદદ કરો, મારા ઉપર હુમલો થયો છે.” તો કોઇ મારી મદદે આવતું નથી. જો હું પોકાર કરું તોય મને ન્યાય મળતો નથી.

અયૂબ 27:9

તે દુષ્ટ વ્યકિત દુ:ખમાં આવી પડશે અને દેવને મદદ માટે પોકારશે. પરંતુ દેવ તેને સાંભળશે નહિ.

ગીતશાસ્ત્ર 22:2

હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું, પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી. હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.

ગીતશાસ્ત્ર 22:3

દેવ, તમે પવિત્ર છો. તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.

ગીતશાસ્ત્ર 80:4

હે સૈન્યોના યહોવા દેવ, ક્યાં સુધી ક્રોધાયમાન રહીને અમારી પ્રાર્થનાઓ નકારશો?

ગીતશાસ્ત્ર 88:15

મારી યુવાવસ્થાથી જ મારા પર દુ:ખ આવી પડ્યાં છે. હું તમારા ગુસ્સાથી દુ:ખી થયો છું. હું અસહાય છું.

યર્મિયાનો વિલાપ 3:8

જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું, ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે.

યર્મિયાનો વિલાપ 3:44

તમે રોષના વાદળ પાછળ છુપાઇ ગયા છો; જેથી અમારી પ્રાર્થના તમને ભેદીને પહોંચી શકે નહિ.

માથ્થી 15:23

પણ ઈસુએ તેને કશો જ ઉત્તર આપ્યો નહિ, શિષ્યોએ ઈસુને વિનંતી કરતાં કહ્યું, “તેને દૂર મોકલી દો. તે આપણી પાછળ આવે છે અને બૂમો પાડે છે.”

Interlinear

Choose Theme