ત્યારે તેનો દીવો મારા પર ઝળહળતો હતો અને એના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો. દેવે મને જીવવા માટેનો સાચો રસ્તો બતાવ્યો હતો.
Cross references
તારું જીવન મધ્યાનના સૂર્યથી પણ વધુ ઊજળું થશે. અને અંધકાર પણ પ્રભાતના પ્રકાશ જેવો બની જશે.
તેના પ્રકાશિત ઘરમાઁ અંધારૂ થશે. તેની પાસેનો દીવો હોલવાઇ જશે.
પણ કેટલીવાર દેવ અવારનવાર દુષ્ટ લોકોનો દીવો ફૂંક મારીને ઓલવે છે? કેટલીવાર દુષ્ટ લોકોને સમસ્યાઓ હોય છે?
તારી સર્વ યોજનાઓ સફળ થશે. તારા માર્ગમાં આકાશનું તેજ ઝળહળશે.
એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે? હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
યહોવા, મારા દેવ! તમે મારા હૃદયમાં દીવાં પ્રગટાવો છો! મારા અંધકારને તમે પ્રકાશમાં ફેરવ્યો છે.
તમારા સાર્મથ્ય વડે હું હવે કિલ્લો પણ કૂદી જાઉઁ છું. અને કોઇપણ સૈન્યની ટૂકડી પર હું આક્રમણ કરી શકું છુ.
મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ; કારણ હે યહોવા, તમે મારી સાથે છો, તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું?
કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઇ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
સદાચારીઓનો દીવો ઉજવળતાથી પ્રકાશે છે, પરંતુ દુરાચારીનો દીવો હોલવી નાખવામાં આવશે.
માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.
કારણકે, દુર્જનને કોઇ ભાવિ નથી, તેનો દીવો હોલવાઇ જશે,
તે વિદેશીઓમાં ન્યાય કરશે. તે અસંખ્ય પ્રજાઓનો ન્યાય કરશે. ત્યારે લોકો તરવારને ટીપીને હળનાં ફળાં બનાવશે તથા ભાલાઓનાઁ દાંતરડાં બનાવશે; પ્રજાઓ એકબીજા સામે તરવાર નહિ ઉગામે કે કદી યુદ્ધની તાલીમ નહિ લે.
પાછળથી ઈસુએ લોકોને કહ્યું, “હું જગતનો પ્રકાશ છું. જે વ્યક્તિ મને અનુસરે છે તે કદી અંધકારમાં રહેશે નહિ. તે વ્યક્તિને પ્રકાશ મળશે જે જીવન આપે છે.”
હું પ્રકાશ છું અને હું આ જગતમાં આવ્યો છું. હું આવ્યો છું જેથી કરીને પ્રત્યેક વ્યક્તિ જે મારામાં વિશ્વાસ કરે છે તે અંધકારમાં રહે નહિ.
ભૂતકાળમાં તમે અંધકારમય (પાપ) હતા. પરંતુ હવે તમે પ્રભુની જ્યોતથી પ્રકાશિત છો. તેથી પ્રકાશિત બાળકોની જેમ જીવો.
અને બધી જ વસ્તુઓ જે આંખો વડે દશ્યમાન બનાવાય છે તે પ્રકાશિત બને છે.” તેથી જ અમે કહીએ છીએ:“ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ! મૃત્યુમાંથી ઊભો થા, ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.”