Home Bibles ☰ Books અયૂબ 26:3 · ગુજરાતી બાઇબલ
અયૂબ 26:3 · ગુજરાતી બાઇબલ

હા, તમે શાણપણ વગરના આ માણસને અદભૂત શિખામણ આપી ! તમે ખરેખર દેખાડ્યું, તમે કેવા જ્ઞાની છો!

Cross references

અયૂબ 6:13

અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે મારી પાસેથી સફળતા લઇ લીધી છે.

અયૂબ 12:2

“હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો; તમારા મૃત્યુની સાથે ડહાપણ પણ મરી પરવારશે!

અયૂબ 12:3

પરંતુ તમારી જેમ મને પણ ડહાપણ અને અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી; હા, એ બધું કોણ નથી જાણતું?

અયૂબ 13:5

તમે મૂંગા રહ્યા હોત તો સારું હતું! કારણકે એમાં તમારું ડહાપણ જણાત.

અયૂબ 15:8

દેવની ગુપ્ત યોજનાઓ વિષે તમે સાંભળ્યું છે ખરું? શું તને એમ છે તું એક જ બુદ્ધિશાળી વ્યકિત છે?

અયૂબ 17:10

પરંતુ તમે બધા રહેવા જ દો, પાછા આવો, મને તમારી વચ્ચે એકપણ શાણો માણસ નહિ મળે.

અયૂબ 32:11

જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ. જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો.

અયૂબ 33:3

મારું હૃદય પવિત્ર છે, તેથી હું પ્રામાણિકતાથી બોલીશ, મારા હોઠો હું જે જાણું છું એ વિશે સચ્ચાઇથી બોલશે.

અયૂબ 33:33

પણ જો તારે કાઇ કહેવાનું જ ન હોય, મારું સાંભળો, છાના રહો અને હું તમને ડહાપણના જ્ઞાનના પાઠ શીખવીશ.”

અયૂબ 38:2

“મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર આ વ્યકિત કોણ છે?”

ગીતશાસ્ત્ર 49:1

હે સર્વ પ્રજાજનો, તમે આ સાંભળો; હે વિશ્વવાસી લોકો તમે સાંભળો.

ગીતશાસ્ત્ર 71:15

તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે. તેઓની સંખ્યા કેટલી મોટી છે તે હું જાણતો નથી.

નીતિવચનો 8:6

સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું. અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.

પ્રેરિતોનાં ક્રત્યો 20:20

મેં હંમેશા તમારા માટે જે ઉત્તમ હતું તે જ કર્યુ છે. મેં લોકોની સમક્ષ જાહેરમાં ઈસુ વિષેની સુવાર્તા તમને કહી. અને તમારા ઘરોમાં પણ બોધ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 20:27

હું આ કહી શકું છું કારણ કે હું જાણું છું કે દેવ તમને જે જણાવવા ઈચ્છતો હતો તે બધું મેં તમને કહ્યું છે.

Interlinear

Choose Theme