Home Bibles અયૂબ 26:13 · ગુજરાતી બાઇબલ
અયૂબ 26:13 · ગુજરાતી બાઇબલ

એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે, એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે.

Cross references

ઊત્પત્તિ 1:2

પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને દેવનો આત્માં પાણી પર હાલતો હતો

ગીતશાસ્ત્ર 33:6

એમણે શબ્દોચ્ચાર કર્યો અને અકાશનું નિર્માણ થયું, અને તેમના મુખમાંના શ્વાસે આકાશના સમગ્ર તારાઓની રચના કરી.

ગીતશાસ્ત્ર 74:13

તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં, વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.

ગીતશાસ્ત્ર 104:30

પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે; અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.

યશાયા 27:1

તે દિવસે યહોવા પોતાની ભયાવહ અને સખત મોટી મજબૂત તરવાર વડે વેગવાન ગૂંછળિયા સાપ લિવયાથાનને એટલે સમુદ્રના અજગરને શિક્ષા કરશે.

પ્રકટીકરણ 12:9

તે મોટા અજગરને આકાશની બહાર ફેંકી દેવામાં આવ્યો. (તે અજગર જે જુનો સાપ છે જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે. તે આખા જગતને ખોટા માર્ગે દોરે છે.) તે અજગરને તેના દૂતો સાથે પૃથ્વી પર ફેંકવામાં આવ્યો હતો.

Interlinear

Choose Theme