અયૂબ 20:3 · ગુજરાતી બાઇબલ
તમે તમારા જવાબોથી અમારું અપમાન કર્યું! પણ હું ચાલાક છું અને તને કેવી રીતે જવાબ આપવો તે જાણું છું.
Cross references
અયૂબ 19:3
તમે પહેલેથીજ મને દસ વખત મહેણાં માર્યાં છે. જયારે તમે મારા પર હુમલો કરો છો, તમને શરમ આવતી નથી!
અયૂબ 19:29
તરવારથી તમારે ડરવું જોઇએ; કારણકે દેવ ગુનેગાર ને સજા આપે છે. તમને સજા આપવા દેવ તરવારનો ઊપયોગ કરશે. ત્યારે તમને ખબર પડશે કે ન્યાય કરનાર એક છે.”
અયૂબ 20:2
“હવે હું અકળામણ અનુભવું છું અને જવાબ આપવાને અધીરો બની ગયો છું.
અયૂબ 27:11
ઇશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વસમર્થ દેવની યોજનાઓ હું છુપાવીશ નહિ.
અયૂબ 33:3
મારું હૃદય પવિત્ર છે, તેથી હું પ્રામાણિકતાથી બોલીશ, મારા હોઠો હું જે જાણું છું એ વિશે સચ્ચાઇથી બોલશે.
ગીતશાસ્ત્ર 49:3
હું બુદ્ધિ વિષે મારા મુખેથી બોલીશ; મારા હૃદયમાંથી નિકળતા ઉદૃગારો જ્ઞાન વિષે હશે.
ગીતશાસ્ત્ર 78:2
હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ, અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.