Home Bibles ☰ Books અયૂબ 16:21 · ગુજરાતી બાઇબલ
અયૂબ 16:21 · ગુજરાતી બાઇબલ

જેમ એક વ્યકિત તેના મિત્ર માટે દલીલો કરે તેમ દેવ સામે મારા માટે બોલે છે.

Cross references

અયૂબ 9:34

હું ઇચ્છું છુઁ, દેવનો શિક્ષા દંડ મારા પરથી લઇલે એવું કોઇ હોત, તો પછી દેવ મને ક્યારેય ડરાવશે નહિ.

અયૂબ 13:3

પણ મારે સર્વ સમર્થ દેવ સાથે મોઢાંમોઢ વાત કરવી છે. મારે એમની સાથે વિવાદ કરવો છે.

અયૂબ 13:22

પછી જો તમે મારી સાથે બોલશો તો હું તમને જરૂર જવાબ આપીશ; અથવા મને બોલવા દો અને તમે જવાબ આપો.

અયૂબ 23:3

હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ. હું તેના સ્થાને આવી શકત!

અયૂબ 31:35

અરે હું ઇચ્છું છું, મને કોઇ સાંભળતું હોત! મને મારી બાજુ સમજાવવા દો. હું ઇચ્છું છું કે સર્વસમર્થ દેવ મને જવાબ આપે. હું ઇચ્છું છું કે તેને જે લાગે મેં ખોટું કર્યુ છે તો તે લખી નાખે.

અયૂબ 40:1

યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,

સભાશિક્ષક 6:10

જે કાંઇ બની રહ્યું છે તેનું પહેલેથી ભૂતકાળમાં વર્ણન થઇ ગયું એ જાણીતું છે કે લોકો, તેઓ કરતા કોઇ વધારે બળવાન હોય તો જીરવી શકતા નથી.

યશાયા 45:9

“જે માણસ પોતાના સર્જનહારની સામે દલીલ કરે છે તેને અફસોસ! શું માટીના ઠીંકરાં જેવો માણસ પોતાના ઘડનારની સાથે દલીલમાં ઊતરે?

રોમનોને પત્ર 9:20

દેવને પ્રશ્ન કરશો નહિ. તમે માત્ર માનવ છો; અને માનવોને એવો કોઈ હક્ક નથી કે તેઓ દેવને (આવા) પ્રશ્નો પૂછી શકે. માટીની બરણી તેના બનાવનારને પ્રશ્નો પૂછતી નથી. “તમે મને આવી જુદી જુદી વસ્તુઓ રૂપે કેમ બનાવી?”

Interlinear

Choose Theme