Home Bibles અયૂબ 16:19 · ગુજરાતી બાઇબલ
અયૂબ 16:19 · ગુજરાતી બાઇબલ

હજુ પણ આકાશમાં કોઇ છે જે મારી તરફેણમાં બોલે છે. ઉપર કોઇ છે જે મારી સાક્ષી પૂરશે.

Cross references

ઊત્પત્તિ 31:50

પછી લાબાને કહ્યું. “જો તમે માંરી પુત્રીઓને દુ:ખ આપશો અથવા બીજી સ્ત્રીઓને પરણશો તો દેવ તમને સજા કરશે, અહીં આપણા વચ્ચે કરારનો કોઇ સાક્ષી નથી. અને છતાં, યાદ રાખજો કે, દેવ તમાંરી અને માંરી વચ્ચે સાક્ષી છે.”

1 શમુએલ 12:5

ત્યારે શમુએલે તેમને કહ્યું, “યહોવા અને તેણે પસંદ કરેલો રાજા આજે એ વાતના સાક્ષી છે કે, તમને માંરામાં કોઈ દોષ જડતો નથી.” લોકોએ કહ્યું, “હા, યહોવા સાક્ષી છે.”

અયૂબ 25:2

“દેવ કર્તા-હર્તા છે. તે લોકોને તેનાથી ડરે એવા. અને તેને માન આપે તેવા બનાવે છે, તે ઉપર તેના રાજ્યમાં શાંતિ જાળવે છે.

ગીતશાસ્ત્ર 113:5

આપણા દેવ યહોવા જેવો છે કોણ? જે ઉચ્ચસ્થાનમાં પોતાનું રહેઠાણ રાખે છે.

રોમનોને પત્ર 1:9

જ્યારે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે ત્યારે તમને યાદ કરું છું. દેવ જાણે છે કે આ વાત સાચી છે. દેવના દીકરા વિષેની સુવાર્તા લોકોમાં ફેલાવીને મારા આત્મા સાથે દેવની સેવા કરું છું.

રોમનોને પત્ર 9:1

હું ખ્રિસ્તમાં છું અને તમને સત્ય કહીં રહ્યો છું. હું અસત્ય બોલતો નથી. પવિત્ર આત્મા મારી સંવેદનાનું સંચાલન કરે છે. અને એવી સંવેદનાથી હું તમને કહું છું કે હું જૂઠું બોલતો નથી.

2 કરિંથીઓને 1:23

હું દેવની સાક્ષીએ તમને સત્ય કહું છું. હું કરિંથ પાછો ન આવ્યો તેનું કારણ એ જ હતું કે મારી ઈચ્છા તમને ઈજા પહોંચાડવાની નહોતી.

2 કરિંથીઓને 11:31

દેવ જાણે છે કે હું ખોટું નથી બોલતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ અને પિતા છે, અને સદાકાળ તેને સ્તુત્ય છે.

1 થેસ્સલોનિકીઓને 2:5

તમે જાણો છો કે તમારા વિષે સારું બોલીને તમારી પ્રશંસા કરવાનો અમે કદ્દી પ્રયત્ન કર્યો નથી. અમારે તમારા પૈસા નથી જોઈતા કે તમારા થકી અમારે અમારો કોઈ સ્વાર્થ છુપાવાનો નથી. દેવ જાણે છે કે આ સત્ય છે.

1 થેસ્સલોનિકીઓને 2:10

જ્યારે તમો વિશ્વાસીઓની સાથે અમે હતા ત્યારે, અમે પવિત્ર અને સત્યનિષ્ઠ જીવન નિષ્કલંક રીતે જીવ્યા હતા, તમે જાણો છો કે આ સત્ય છે અને દેવ જાણે છે કે આ સત્ય છે.

Interlinear

Choose Theme