અયૂબ 15:33 · ગુજરાતી બાઇબલ
તે જેની કાચી દ્રાક્ષ ખરી પડે એવા દ્રાક્ષના વેલા જેવો, જેનું અપકવ ફળ ખરી પડે એવા જૈતૂનના વૃક્ષ જેવો છે,
Cross references
પુનર્નિયમ 28:39
તમે દ્રાક્ષાવાડીઓ રોપશો, કાળજીપૂર્વક કેળવશો, છતાં તમે તેની દ્રાક્ષ ખાવા કે દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કારણ કે જંતુઓ દ્રાક્ષોને ખાઈ જશે.
યશાયા 33:9
ભૂમિ આક્રંદ કરે છે, ઝૂરી મરે છે; લબાનોન ઉજ્જડ થઇ ગયું છે, શારોનની ફળદ્રુપ ભૂમિ વગડો બની ગઇ છે અને બાશાન અને કામેર્લના જંગલો તેમનાં પાંદડા ખેરવી નાખે છે.
પ્રકટીકરણ 6:13
જેમ ભારે તોફાન પવનથી અંજીરના કોમળ ફળો તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા.