તમે તમારા પોતાના હાથે મને ઘડ્યો છે, પરંતુ હવે તેઓ ભેગા થઇને મારો વિનાશ કરે છે.
Cross references
ત્યારે પૃથ્વી પર મનુષ્યોને ઉત્પન્ન કરવા માંટે તેમને ખૂબ દુ:ખ થયું. અને પસ્તાવો થયો.
તે મને કચરી નાખવા તોફાન મોકલશે. કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે.
દેવ, શું મને દુ:ખ આપીને તમને આનંદ મળે છે? એવું લાગે છે તમે જે સર્જન કર્યુ છે તેની તમને કાળજી નથી. અથવા તો કદાચ તમે દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થાઓ છો?
તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવો; અને તેનું પાલન કરવાની સમજ આપો.
જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇનેમારી રચના થતી હતી ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
એ બધાં મારે નામે ઓળખાય છે, એમને બધાંને મેં મારો મહિમા ગાવા માટે ર્સજ્યા છે, ઘડ્યા છે, નિર્માણ કર્યા છે.”
પછી હું કુંભારને ઘેર ગયો. અને જોયું તો તે ચાક પર કામ કરતો હતો.