Home Bibles ચર્મિયા 7:13 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 7:13 · ગુજરાતી બાઇબલ

અને હવે, જ્યારે આ સર્વ દુષ્ટતા તમે કરી છે માટે હવે હું તમારી સાથે પણ એવો જ વ્યવહાર કરીશ. મેં વારંવાર કહ્યું છે કે યહોવા આ પ્રમાણે કહે છે, છતાં તમે મારું સાંભળ્યું નહિ, મેં તમને સાદ કર્યો છતાં તમે પ્રત્યુત્તર ન આપ્યો.

Cross references

2 કાળવ્રત્તાંત 36:15

તેઓના પિતૃઓના દેવ યહોવાએ વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓને ચેતવણી આપી, કારણકે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી.

નહેમ્યા 9:29

અને તેં તેમને તારી સંહિતાનું પાલન કરવા માટે ફરી ચેતવણી આપી. પરંતુ ઘમંડી વર્તણૂક કરીને તેઓએ તારા વિધિઓનું પાલન ન કર્યુ; જેના પાલનથી મનુષ્યને જીવન મળે છે એવા તારા નિયમોના વિરૂદ્ધ તેમણે પાપ કર્યુ, ને તેઓના ખભા હઠીલા હતા, તેઓની ગરદન અક્કડ હતી અને તેમણે તારું કહ્યું માન્યું નહિ.

નીતિવચનો 1:24

પરંતુ મેં તમને બોલાવ્યા અને તમે ના પાડી. મેં મારો હાથ લંબાવી ઇશારો કર્યો પણ કોઇએ તેની કાળજી કરી નહિ;

યશાયા 50:2

હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો, ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ? મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો? શું તમને એમ લાગ્યું કે, મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી! શું મારામાં તમને બચાવવાની શકિત નથી? જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે, અને ઝરણા રણ બની જાય છે. તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે અને તરસે મરી જાય છે.

યશાયા 65:12

તેથી તમને તો હું તરવારને ઘાટ ઉતારીશ. તમારા બધાની હત્યા કરવામાં આવશે, કારણ, મેં તમને બોલાવ્યા પણ તમે જવાબ ન આપ્યો; હું બોલ્યો, પણ તમે કાને ન ધર્યું. મારી નજરમાં જે ખોટું હતું તે તમે કર્યું અને મને જે પસંદ નહોતું તે તમે પસંદ કર્યું.”

યશાયા 66:4

હું તેઓ જેનાથી ડરે છે એવી આફતો જ પસંદ કરીને એમને માથે ઉતારીશ. કારણ કે મેં હાંક મારી ત્યારે તેઓએ પ્રત્યુત્તર ન આપ્યો. મેં તેઓને સંબોધ્યા ત્યારે તેઓએ સાંભળ્યું નહિ; મારી નજરે જે ખોટું હતું તે તેઓએ કર્યું. અને મને ન ગમે તેવું તેઓએ પસંદ કર્યું.”

ચર્મિયા 5:21

ધ્યાન દઇને સાંભળો, ‘હે મૂરખ અને અક્કલ વગરના લોકો! તમે છતી આંખે જોતા નથી, છતે કાને સાંભળતા નથી; તમને મારો ભય નથી?”‘

ચર્મિયા 6:10

મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું? કોને ચેતવવા? કોણ સાંભળશે? તેમના કાન તમારા વિષે કંઇ સાંભળવા માંગતા નથી. હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે, તેઓને તે ગમતા નથી.

ચર્મિયા 7:25

તમારા પૂર્વજો મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી અત્યાર સુધી, સતત મેં મારા સેવકો પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા છે.

ચર્મિયા 11:7

આ કરારની શરતો ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, કારણ, હું જ્યારે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને સખત ચેતવણી આપી હતી અને આજ સુધી આપતો રહ્યો છું કે, મારું કહ્યું સાંભળો,

ચર્મિયા 11:8

પણ તેમણે સાંભળ્યું નહિ, અને દરેક જણ પોતાનું હઠીલું અને દુષ્ટ મન કહે તેમ કરવા લાગ્યા. તેથી મેં તેમની સાથે જે કરાર કર્યો હતો અને જેનું તેમણે પાલન કર્યું નહોતું તેમાં દર્શાવેલી બધી સજાઓ મેં તેમને માથે ઉતારી.”

ચર્મિયા 13:10

તે દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે; તેઓ પોતાના હઠીલાં મન કહે તેમ કરે છે, બીજા દેવોને માને છે, તેમની પૂજા કરે છે અને તેમને પગે લાગે છે, આથી તેઓની દશા પણ આ કમરબંધ જેવી થશે; તેઓ કશા કામના નહિ રહે.”

ચર્મિયા 25:3

“છેલ્લા ત્રેવીસ વર્ષથી, યહૂદિયાના રાજા આમ્મોનના પુત્ર યોશિયાના શાસનનાં 13 માં વર્ષથી તે આજ પર્યંત યહોવા પોતાના સંદેશાઓ મને મોકલતો રહ્યો છે. મેં વિશ્વાસુપણે તે તમારી આગળ પ્રગટ કર્યા છે, છતાં તમે તે પર ધ્યાન આપ્યું નથી.

ચર્મિયા 26:5

તથા મેં વારંવાર મોકલેલા મારા જે સેવકો, પ્રબોધકોને તમે કદી સાંભળ્યા નથી. તેમનાં વચનો નહિ સાંભળો.

ચર્મિયા 29:19

આ બધું એટલા માટે બન્યું છે કે મારા પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળવાની ના પાડી દીધી.” આ યહોવાના વચન છે.

ચર્મિયા 32:33

“તેમણે મારા તરફ મોઢું નહિ, પીઠ ફેરવી છે, અને જો કે હું તેમને સતત ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓ સાંભળતા નથી કે શીખતા નથી.

ચર્મિયા 35:14

“રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નથી, કારણ કે તેઓના પિતા યોનાદાબે તેઓને તેમ કરવાની મનાઇ કરી છે. પણ હું તમારી સાથે વારંવાર બોલ્યો છું છતાં તમે મારું સાંભળતા નથી કે આધીન પણ થતાં નથી.

ચર્મિયા 35:15

મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, તમારા દુષ્ટ માગોર્થી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો. તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો;’ પણ તમે કાન ધર્યા નહિ, ને મારું સાંભળ્યું નહિ.

ચર્મિયા 35:17

અને તેથી હું કહું છું: “મેં જે જે આફતોની ધમકી આપી છે તે બધી હું યહૂદિયા અને યરૂશાલેમના વતનીઓ પર ઉતારીશ. કારણ, મેં તેમને કહ્યું ત્યારે તેમણે સાંભળ્યું નહિ, અને મેં તેમને હાંકલ કરી ત્યારે તેમણે મને જવાબ ન આપ્યો.” આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે.”

ચર્મિયા 44:4

મેં સતત મારા સેવકો, પ્રબોધકો, મોકલીને તેમને ચેતવ્યા હતા કે, ‘આ અધમ કૃત્ય કરશો નહિ; હું તિરસ્કાર કરું છુ.’

હોશિયા 9:17

મારા દેવ ઇસ્રાએલના માણસોને ફગાવી દેશે, કારણ કે, તેમણે તેમની વાત કાને ધરી નથી, અને તેઓ તેમને આધીન પણ થયાં નથી. તેથી તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે ભટકનારા ઘર વિનાના યહૂદીઓ થશે.

હોશિયા 11:2

પરંતુ જેમ જેમ મેં તેને બોલાવ્યો, અને વધારે પ્રેમ આપ્યો તેમ તેમ તેણે વધારે બંડ કરીને, બઆલને બલિદાનો આપ્યાં અને મૂર્તિઓની સન્મુખ વધારે ધૂપ કરતો રહ્યો.

હોશિયા 11:7

મારા લોકોનું વલણ મારાથી વિમુખ થવાનું છે, એમને મારા તરફ ઊંચે આવવા માટે કહેવામાં આવે છે, પણ તેઓ માન આપતા નથી.

ઝખાર્યા 7:13

સૈન્યોનો દેવ યહોવા કહે છે; “મેં તેઓને જ્યારે બોલાવ્યા, ત્યારે તેમણે નહોતું સાંભળ્યું; તેમ તેઓએ જ્યારે મને બોલાવ્યો ત્યારે મેં પણ ન સાંભળ્યું.

માથ્થી 23:37

“ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ.

Interlinear

Choose Theme