Home Bibles ચર્મિયા 52:31 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 52:31 · ગુજરાતી બાઇબલ

બાબિલમાં યહૂદિયાના રાજા યહોયાકીનના દેશવટાના સાડત્રીસમા વર્ષના બારમાં મહિનાના પચીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતે ગાદીએ આવ્યો તે જ વરસે યહૂદિયાના રાજા યહોયાકીમને માફી આપી અને તેને કારાવાસમાંથી મુકત કર્યો.

Cross references

ઊત્પત્તિ 40:13

ત્રણ દિવસમાં ફારુન તને મુકત કરી માંફ કરશે, અને તને તારા પોતાના કામ પર પાછો રાખશે; તું પહેલાં જેમ એનો દ્રાક્ષારસ પીરસનાર હતો તેમ તેના હાથમાં ફારુનનો પ્યાલો આપીશ.

ઊત્પત્તિ 40:20

ત્રીજે દિવસે ફારુનની વર્ષગાંઠ હતી, તે દિવસે તેણે તેના બધા સેવકોને મિજબાની આપી; અને ફારુને તેના સેવકોમાં મુખ્યપાત્રવાહકનો અને ભઠિયારાનો ન્યાય કર્યો, અને બંનેને કારાગૃહમાંથી બહાર આવવા દીધા.

2 રાજઓ 25:27

યહૂદાના રાજા યહોયાખીનને પણ બંદીવાસમાંથી મુકત કરવામાં આવ્યો. આમ આ દેશનિકાલના સાડત્રીસમા વર્ષમાં બન્યું. છેલ્લા માસના સત્તાવીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મરોદાખે, પોતે ગાદીએ બેઠો અને તે જ વરસે યહૂદાના રાજા યહોયાખીનને માફી અપાઇ અને તેને કારાવાસમાંથી મુકત કરવામાં આવ્યો.

અયૂબ 22:29

દેવ અભિમાનીને પાડે છે અને નમ્રને બચાવે છે.

ગીતશાસ્ત્ર 3:3

પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો; તમે મારું ગૌરવ છો; શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.

ગીતશાસ્ત્ર 27:6

મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે. હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ. હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.

નીતિવચનો 21:1

રાજાનું મન યહોવાના હાથમાં છે; તે તેને પાણીના પ્રવાહની જેમ પોતાની ઇચ્છા પ્રમાણે વાળે છે.

Interlinear

Choose Theme