ચર્મિયા 52:21 · ગુજરાતી બાઇબલ
એક સ્તંભ 18 હાથ ઊંચો અને 12 હાથના પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેની જાડાઇ ચાર આંગળ હતી.
Cross references
1 રાજઓ 7:15
તેણે કાંસાને ઢાળીને બે થાંભલાઓ તૈયાર કર્યા. દરેક થાંભલાની ઊંચાઈ 18 હાથ હતી અને તેનો પરિઘ 12 હાથનો હતો.
1 રાજઓ 7:20
આ કળશો જાળી ગૂંથણીની બાજુમાં સ્તંભની પર ગોળાકાર કિનારીની પર સ્તંભની ટોચ પર હતા. દરેક સ્તંભો પર હારબંધ 200 દાડમો કોતરેલાઁ હતાઁ.
2 રાજઓ 25:17
એક સ્તંભની ઊંચાઈ અઢાર હાથ હતી, અને તેના પર કાંસાની મથોટી હતી અને તેની ઉંચાઈ ત્રણ હાથ હતી, તે એક ઢાંકણું હતું જે ગોળ ફરતું હતું અને દરવાજે લટકતું હતું મથાળા પર ચોગરદમ જાળી તથા દાડમો પાડેલાં હતાં, અને તે એક ગોળાકાર જેવું માળખું હતું. બીજો સ્તંભ પણ જાળીદાર નકશી પાડેલી હતી અને તેના જેવો જ હતો.
2 કાળવ્રત્તાંત 3:15
મંદિરની આગળ 35 હાથ ઊંચા બે સ્તંભ ચણાવ્યા અને તેઓ પર 5 હાથ ઊંચા કળશ મૂક્યા,