Home Bibles ☰ Books ચર્મિયા 5:18 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 5:18 · ગુજરાતી બાઇબલ

તેમ છતાં એ દિવસોમાં પણ- આ હું યહોવા બોલું છું- હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું.

Cross references

ચર્મિયા 4:27

કારણ કે યહોવાએ કહ્યું હતું કે, “આખા દેશનો વિનાશ થઇ જશે, પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.

ચર્મિયા 5:10

“તેમની દ્રાક્ષાવાડીઓમાં પ્રવેશ કરો અને તેઓનો વિનાશ કરો, પણ તેમનો સંપૂર્ણ વિનાશ ન કરો. તેની લીલી ડાળીઓ કાપી નાખો, કારણ કે એ મારી નથી.

યર્મિયાનો વિલાપ 9:8

જ્યારે એ લોકો હત્યા કરતા હતા ત્યારે હું એકલો પડ્યો હતો. મેં સાષ્ટાંગ નમસ્કાર કરીને કહ્યું, “હે મારા માલિક યહોવા યરૂશાલેમ પર જ્યારે તમે તમારો રોષ ઠાલવો છો ત્યારે તમે ઇસ્રાએલમાં બાકી બચેલાઓને સંહાર કરવાના છો?”

યર્મિયાનો વિલાપ 11:13

હું આ ચેતવણી આપતો હતો તે દરમ્યાન ત્યાં જ બનાયાનો પુત્ર પલાટયા ઢળી પડીને મરી ગયો, હું ઊંધે મોઢે ભોંય પર પડ્યો અને મેં બૂમ પાડી, “હે યહોવા મારા માલિક, તારે બાકી રહેલા બધા ઇસ્રાએલીઓનો સંપૂર્ણ વિનાશ કરવો છે?”

હબાક્કુક 1:12

“હે મારા દેવ યહોવા, મારા પરમ પવિત્ર દેવ, તું અનાદિ અને અમર છે. અમે માર્યા જવાના નથી, તમે શિક્ષાને માટે તેનું નિર્માણ કર્યું છે. અને હે મારા યહોવા, તમે શિખામણને માટે તેને સ્થાપ્યો છે.

રોમનોને પત્ર 11:1

તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું.

Interlinear

Choose Theme