Home Bibles ચર્મિયા 49:10 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 49:10 · ગુજરાતી બાઇબલ

પરંતુ હું એસાવના વતનને સંપૂર્ણ ખાલી કરી નાખીશ. સંતાવાની કોઇ જગ્યા રહેશે નહિ, તેના બાળકો, તેના ભાઇઓ, તેના પડોશીઓ, સર્વ નાશ પામશે અને જાતે જ તેઓ બધા સમાપ્ત થઇ જશે.

Cross references

ગીતશાસ્ત્ર 37:28

કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી; તે તેમનું સદા રક્ષણ કરશે અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.

ગીતશાસ્ત્ર 37:35

અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ, મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો.

યશાયા 14:20

તારા નામનું કોઇ સ્મારક ઊભું કરવામાં આવશે નહિ કારણ કે તેં તારા લોકોનો તેમજ તારા દેશનો નાશ કર્યો છે. તારી ગાદી પર તારો પુત્ર આવશે નહિ, તારા જેવા કુકમીર્ના વંશજોનું નામોનિશાન પણ ન રહેવું જોઇએ.

યશાયા 17:14

જુઓ, સવાર થતા પહેલાં તેઓ નષ્ટ થશે; જોકે સંધ્યાકાળે તો તેઓ કેર વર્તાવતા હતા! આ છે આપણને લૂંટનારાઓનું ભાગ્ય. અને અમારી ધનસંપત્તિનું હરણ કરનારની દશા.

યશાયા 45:3

અને હું તને અંધારા ભોંયરામાં ભંડારી રાખેલા ગુપ્ત ખજાના આપીશ: ત્યારે તને ખાતરી થશે કે તને નામ દઇને બોલાવનાર હું યહોવા છું. ઇસ્રાએલનો દેવ છું.

ચર્મિયા 23:24

શું કોઇ મારાથી પોતાને સંતાડી શકે? શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” આ યહોવાના વચન છે.

આમોસ 9:3

તેઓ જો કામેર્લની ટોચના ખડકોમાં સંતાઇ જાય, તોપણ હું તેમને ત્યાંથી શોધી કાઢી પકડી પાડીશ. જો તેઓ મારાથી સંતાઇને દરિયાને તળીયે પણ હશે, તો ત્યાં રહેતાં સર્પને જે ત્યાં રહે છે તેઓને કરડવા માટે આદેશ આપીશ.

ઓબાધા 1:9

હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઇ જશે અને એસાવના પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ અને સંહાર કરવામાં આવશે.

માલાખી 1:3

પણ એસાવનો મેં તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડી પ્રદેશને ઉજ્જડ બનાવી દીધો છે, અને તેના વતનને જંગલના પશુઓનો વાસ બનાવી દીધું છે.”

રોમનોને પત્ર 9:13

શાસ્ત્ર કહે છે તેમ, “યાકૂબને હું ચાહતો હતો, પરંતુ એસાવને હું ધિક્કારતો હતો.”

Interlinear

Choose Theme