Home Bibles ચર્મિયા 48:19 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 48:19 · ગુજરાતી બાઇબલ

હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, ભાગી જતા લોકોને પૂછો. શું થયું છે?

Cross references

ગણના 32:34

પછી ગાદના વંશજોએ કોટવાળાં નગરો બાંધ્યાં; દીબોન, અટારાથ, અરોએર,

પુનર્નિયમ 2:36

અનોર્નની ખીણની ધારે આવેલા અરોએરથી માંડીને ગિલયાદ સધીના સપાટ પ્રદેશમાં એક પણ નગર આપણી સામે ટકી શકયું નહોતું, આપણા દેવ યહોવાએ બધાં જ નગરો આપણા હાથમાં સોંપી દીધાં.

ન્યાયાધીશો 11:26

છેલ્લા 300 વર્ષથી ઈસ્રાએલીઓ હેશ્બોન અને તેની આસપાસનાં નગરોમાં, અરોએરની નજીકમાં અને તેની પાસેના નગરોમાં, અને અર્નોન નદી અને નજીકનાં નગરોમાં રહેતા આવ્યા છે, તમે કેમ એ બધાં નગરો આ સમય દરમ્યાન પાછાં લઈ ન લીધાં?

1 શમુએલ 4:13

જયારે તે આવી પહોંચ્યો ત્યારે એલી શહેરના દરવાજા પાસે બેઠો હતો અને યહોવાના કરારકોશની રાહ જોતો હતો. પવિત્ર કોશની સુરક્ષાની તેને ચિંતા હતી. યદ્ધભૂમિ પરથી આવેલા સંદેશવાહકે તેઓને દુ:ખદ સમાંચાર આપ્યા એટલે બધા લોકો જોરથી રડવા લાગ્યા.

1 શમુએલ 4:16

પેલા મૅંણસે કહ્યું, “હું યદ્ધભૂમિ પરથી હમણા જ ચાલ્યો આવું છું. હું આજે જ યદ્ધમાંથી ભાગીને આવ્યો છું.”એલીએ તેને પૂછયું, “માંરા દીકરા, ત્યાં શું થયું છે?”

2 શમએલ 1:3

દાઉદે તેને પૂછયું, “તું કયાંથી આવે છે?”તેણે કહ્યું, “હું ઇસ્રાએલીઓની છાવણીમાંથી ભાગીને આવ્યો છું.”

2 શમએલ 18:24

દાઉદ નગરના બે દરવાજા વચ્ચે બેઠો હતો. ચોકીદાર નગરના કોટ ઉપર ચઢી ગયો તેણે જોયું, તો જુઓ એક મૅંણસ એકલો દોડતો આવતો હતો.

2 શમએલ 24:5

તેઓએ યર્દન નદી ઓળંગી અને યાઝેર પાસે ગાદની ખીણની વચમાં નગરની જમણી બાજુએ અરોએરમાં છાવણી નાખી.

1 કાળવ્રત્તાંત 5:8

યોએલના પુત્ર શેમાના પુત્ર આઝાઝનો પુત્ર બેલા, જેઓ અરોએરમાં છેક નબો તથા બઆલમેઓને લગી રહેતા હતા.

Interlinear

Choose Theme