Home Bibles ☰ Books ચર્મિયા 46:12 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 46:12 · ગુજરાતી બાઇબલ

સર્વ પ્રજાઓમાં તારી અપકીતિર્ સાંભળી છે. નિરાશા અને પરાજયનો તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે; તારા ‘શૂરવીર યોદ્ધાઓ ‘અંદર અંદર અથડાય છે અને બંને સાથે ભોંય પર પછડાય છે.”

Cross references

1 શમુએલ 5:12

જે મરી નહોતા ગયા, તેમને ગૂમડાં ફૂટી નીકળ્યા; અને એક્રોન શહેરનો આર્તનાદ આકાશ સુધી પહોંચ્યો.

યશાયા 10:4

યુદ્ધમાં કપાઇને પડ્યા વગર કે કેદ પકડાઇ નીચી મૂંડીએ ઘસડાયા વિના તમારો છૂટકો જ નથી. તમારા કમોર્ને લીધે યહોવાનો રોષ નહિ ઉતરે. તેનો હાથ હજી ઉગામેલો જ રહેશે.

યશાયા 15:5

મારું હૃદય મોઆબને માટે રૂદન કરે છે! ત્યાંના લોકો સોઆર અને એગ્લાથ-શલીશિયા ભાગી ગયા છે. તેઓ રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચઢે છે, હોરોનાયિમને રસ્તે તેઓ હૈયાફાટ રૂદન કરે છે.

યશાયા 19:2

દેવ કહે છે, “હું મિસરીઓને મિસરીઓ સામે ઉશ્કેરીશ, અને તેઓ અંદરોઅંદર લડશે, પડોશીની સામે પડોશી, શહેરની સામે શહેર અને રાજ્ય સામે રાજ્ય.

ચર્મિયા 14:2

“યહૂદિયા શોકમાં છે, તેનાં નગરો મરવા પડ્યા છે, તેનાં માણસો દુ:ખના માર્યા ભૂમિ પર ઢળી પડ્યા છે. યરૂશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે.

ચર્મિયા 46:6

“ખૂબ અતિ ઝડપથી દોડનાર કે અતિ શૂરવીર સૈનિકો પણ બચી શકે નહિ, ઉત્તર તરફ યુફ્રેતીસ નદી પાસે તેઓ ઘવાઇને પડ્યા છે.

ચર્મિયા 48:34

તેના બદલે બધી જગ્યાએથી; હેશ્બોનથી એલઆલેહ સુધી; સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ શલી-શીયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી પણ સુકાઇ ગયા છે.

ચર્મિયા 49:21

અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે; તેમના આક્રંદના અવાજના પડઘા રાતા સમુદ્ર સુધી ગાજશે.

ચર્મિયા 51:54

“સાંભળો, બાબિલમાંથી આવતા રૂદનસ્વર, અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો.

યર્મિયાનો વિલાપ 32:9

“અને હું ઘણા દેશોને ક્રોધિત કરીશ; જ્યારે હું તારા ટુકડાઓને એવા ભૂમિ પ્રદેશોમાં નાંખી દઇશ, જેના વિષે તું હજી જાણતો નથી.

યર્મિયાનો વિલાપ 32:12

હું બાબિલના રાજાના અતિ હિંસક વિશાળ સૈન્ય દ્વારા તારો વિનાશ કરીશ, અને તેઓ મિસરની મિલકતને લૂંટી લેશે. અને આખી સેનાનો નાશ કરી નાખશે.

નાહૂમ 3:8

શું તું તેના-આમોનનગર કરતાં પણ ચડિયાતી છે, જે નીલ નદીને કાંઠે વસેલું હતું. જેની ચારેકોર પાણી હતું, નદી જેનો ગઢ હતો અને પાણી જેનો કોટ હતો?

સફન્યા 1:10

“તે દિવસે મચ્છી દરવાજેથી પોકાર ઊઠશે, નવા બંધાયેલા ભાગમાંથી પોક મુકાશે અને ડુંગરોમાંથી ભારે મોટા અવાજ સંભળાશે.

Interlinear

Choose Theme