Home Bibles ☰ Books ચર્મિયા 41:17 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 41:17 · ગુજરાતી બાઇબલ

તેઓ ત્યાંથી બાબિલવાસીઓથી બચવા મિસર જવા નીકળ્યાં અને માર્ગમાં તેમણે બેથલેહેમ પાસે કિમ્હામ આગળ મુકામ કર્યો.

Cross references

2 શમએલ 19:37

મને માંરા નગરમાં પાછો જવા દો ત્યાં માંરાં માંતાપિતાને મેં દફનાવ્યાં છે. હું રહીશ અને માંરા બાકીના વષોર્ તેમની કબર આગળ પૂરા કરીશ; ને ત્યાં જ મૃત્યુ પામીશ. માંરો સેવક કિમ્હામ ભલે તમાંરી સાથે આવે. અને આપને જેમ ઠીક લાગે તેમ એનું કરજો.”

2 શમએલ 19:38

રાજાએ તે મંજૂર રાખીને કહ્યું, “ભલે, કિમ્હામ માંરી સાથે આવે અને મેં તારા માંટે જે સારું હશે તે જ તેને માંટે કરીશ અને તમે જે કાંઇ કહેશો, તે હું તમાંરા માંટે કરીશ.”

યશાયા 30:2

તેઓ મને પૂછયાં વિના મિસરની છાયામાં શરણું લેવા તેના રાજા ફારુનના રક્ષણમાં આશ્રય લેવા મિસર જવા નીકળી પડ્યા છે!

ચર્મિયા 42:14

અને એમ કહેશો કે, “અમે આ દેશમાં રહેવા માગતા નથી. અમારે તો મિસર જવું છે, જ્યાં અમારે યુદ્ધ જોવું ન પડે કે રણશિંગડાનો નાદ સાંભળવો ન પડે, તેમ ખાવા માટે અનાજની પણ ખોટ ન પડે. અમારે તો ત્યાં રહેવું છે.’

ચર્મિયા 42:19

યમિર્યાએ વધુમાં કહ્યું, “યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમને યહોવા કહે છે, ‘તમે મિસર જશો નહિ.’ આ બરાબર સમજી લેજો. મેં આજે તમને ચેતવણી આપી દીધી છે.

ચર્મિયા 43:5

આથી યોહાનાન અને સૈનાનાયકોએ યહૂદિયાના બાકી રહેલા લોકોને,

ચર્મિયા 43:7

તેઓ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરીને મિસર ગયા અને ત્યાં તાહપાન્હેસ પહોંચ્યા.

Interlinear

Choose Theme