Home Bibles ચર્મિયા 40:1 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 40:1 · ગુજરાતી બાઇબલ

રક્ષકોની ટુકડીના નાયક નબૂઝારઅદાને યમિર્યાને રામામાંથી મોકલી દીધો, તે પછી તેને યહોવાની વાણી સંભળાઇ, યરૂશાલેમ અને યહૂદિયાના બીજા જે લોકોને કેદી તરીકે બાબિલ દેશવટે લઇ જતા હતા તેમની ભેગો યમિર્યાને પણ ત્યાં લઇ જવાયો.

Cross references

યહોશુઆ 18:25

ઉપરાંત, ગિબયોન, રામાં, બએરોથ,

1 શમુએલ 7:17

રામાં શમુએલનું વતન હતું. તેથી તે રામાં જતો હતો. એ શહેરથી શમુએલ ઇસ્રાએલી લોકો પર રાજ્ય કરતો હતો અને તેમનો ન્યાય કરતો હતો અને ત્યાં યહોવા માંટે એક વેદી પણ બાંધી.

2 કાળવ્રત્તાંત 16:1

રાજા આસાના અમલના છત્રીસમા વર્ષમાં ઇસ્રાએલના રાજા બાઅશાએ યહૂદા ઉપર ચઢાઇ કરી, તેના રાજા આસા પાસે આવતાં લોકોની નાકાબંધી કરવા માટે રામાની કિલ્લેબંદી કરી.

ગીતશાસ્ત્ર 68:6

દેવ એકાકી લોકોને ઘર આપે છે. કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે. પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.

ગીતશાસ્ત્ર 107:16

તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.

ચર્મિયા 31:15

યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું, “રામાહમાં ભારે રૂદનનો અવાજ સંભળાય છે, રાહેલ પોતાનાં સંતાનો માટે ઝૂરે કરે છે. તેને સાંત્વન આપી શકાય તેમ નથી. કારણ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યા છે.”

ચર્મિયા 39:9

બાકી રહેલા લોકોને અને જેઓ બાબિલના લોકોને શરણે જતા રહ્યાં હતાં તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને બાબિલમાં દેશવટો દીધો.

ચર્મિયા 39:11

હવે નબૂખાદનેસ્સાર રાજાએ નબૂઝારઅદાનને હુકમ કર્યો કે તે યમિર્યાને શોધી કાઢે.

ચર્મિયા 42:7

દશ દિવસ વીતી ગયા પછી યમિર્યાને યહોવાએ પોતાનો જવાબ આપ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:6

પિતર બે સૈનિકોની વચમાં ઊંઘતો હતો. તેને બે સાંકળો વડે બાંધવામાં આવ્યો હતો. ઘણા સૈનિકો જેલના દરવાજે ચોકી કરતા હતા. તે રાત્રે હેરોદે બીજા દિવસે પિતરને લોકો આગળ રજૂ કરવાની યોજના કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 21:13

પણ પાઉલે કહ્યું, “તમે શા માટે રડો છો? તમે મને શા માટે આટલો દુ:ખી કરો છો? હું યરૂશાલેમમાં બંદીવાન થવા તૈયાર છું. હું પ્રભુ ઈસુના નામે મૃત્યુ પામવા માટે પણ તૈયાર છું!”

પ્રેરિતોનાં ક્રત્યો 28:20

તે કારણે હું તમને મળવા અને તમારી સાથે વાત કરવા ઇચ્છતો હતો. હું આ સાંકળોથી બંધાયેલો છું કારણ કે મને ઇસ્ત્રાએલની આશામાં વિશ્વાસ છે.”

એફેસીઓને પત્ર 6:20

મારું કામ સુવાર્તા કહેવાનું છે અને તે હું અહી બંદીખાનામાંથી કરી રહ્યો છું. પ્રાર્થના કરો કે જ્યારે હું સુવાર્તાનો ઉપદેશ આપું ત્યારે ભય વિના મારે જે રીતે આપવો જોઈએ તે રીતે આપું.

Interlinear

Choose Theme