Home Bibles ચર્મિયા 39:4 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 39:4 · ગુજરાતી બાઇબલ

સિદકિયા રાજાને તથા તેના સૈન્યને તેની ખબર પડી કે નગર જીતી લેવાયું છે, ત્યારે તેઓ રાજાના બગીચાના રસ્તા પરથી ભાગી ગયા. તેઓએ બે દીવાલો વચ્ચેના દરવાજામાંથી નગર છોડ્યું અને યરદન નદી તરફ આગળ વધ્યાં.

Cross references

લેવીય 26:17

હું તમાંરી વિરુદ્ધ થઈ જઈશ અને તમાંરો પરાજય તમાંરા દુશ્મનોને હાથે હું કરાવીશ તમાંરા શત્રુઓ તમાંરા પર રાજ કરશે, અને કોઈ તમાંરી પાછળ નહિ પડયું હોય છતાં તમે ભાગતા ફરશો.

લેવીય 26:36

જે લોકો તમાંરામાંથી બચી જઈને દુશ્મનોના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે, ને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ભોંય પર ઢળી પડશે.

પુનર્નિયમ 28:25

“યહોવા તમાંરા દુશ્મનોથી તમાંરો પરાજય કરાવડાવશે. તમે એક દિશામાંથી તેમના ઉપર હુમલો કરશો પરંતુ તમે તેમનાથી સાત જુદી દિશાઓમાં ભારે ગુંચવાઇને ભાગી જશો. સમગ્ર પૃથ્વીનાં રાજયો તમાંરી દશા જોઈને ભયભીત થઇ જશે.

પુનર્નિયમ 32:24

કરી દુકાળ, રોગચાળો અને મરકી; જશે તેમનો કોળિયો. અને છૂટા મૂકીશ હું તેમના પર, ઝેરી નાગો અને જનાવરો જંગલી.

2 રાજઓ 25:4

આખરે, નબૂખાદનેસ્સારના સૈન્યએ નગરના કોટમાં ગાબડું પાડયું અને તે રાત્રે તેમાંથી સિદકિયા અને તેના માણસો, બે દિવાલોની વચ્ચે આવેલા એક ગુપ્ત દરવાજામાંથી રાજાના બગીચાના માગેર્ શહેરમાં ચારે બાજુ બાબિલવાસીઓ હતાં તે છતાં પણ, રણ તરફ નાસી ગયા.

2 કાળવ્રત્તાંત 32:5

હિઝિક્યાએ સંરક્ષણની પાકી વ્યવસ્થા કરી, અને કિલ્લાની દીવાલ જ્યાં જ્યાં તૂટી ગઇ હતી, ત્યાં ત્યાં તેનું સમારકામ કર્યું, બુરજો બાંધીને તથા કિલ્લાની બહાર બીજી દીવાલ ચણીને તેણે નગરને વધુ સુરક્ષિત બનાવ્યું. “દાઉદનું નગર” નામે ઓળખાતા નગરના જૂના ભાગને તેણે ફરીથી બંધાવ્યુઁ. અને મોટી સંખ્યામાં હથિયારો અને ઢાલો બનાવડાવ્યાં.

યશાયા 22:3

તમારા સર્વ સેનાપતિઓ તેઓ વધારે દૂર પહોંચે તે પહેલા તેમના શત્રુઓએ તેમને ધનુષ્ય બાણ વાપર્યા વગર પકડી પાડ્યા છે.

યશાયા 29:2

ત્યારબાદ દેવ તારા પર આફત ઉતારશે, તારે ત્યાં શોક અને આક્રંદ વ્યાપી જશે. તું યજ્ઞવેદી જેવી લોહી નીગળતી થઇ જશે.

યશાયા 30:15

કારણ કે પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે, “કેવળ મારી તરફ પાછા ફરીને અને મારી વાટ જોઇને તમે બચાવ પામી શકશો. શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સાર્મથ્ય રહેલું છે.” પરંતુ તમારામાં આમાનું કશું નથી.

ચર્મિયા 32:5

તે સિદકિયાને બાબિલ લઇ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. તમે બાબિલવાસીઓ સામે લડશો તો યે વિજય નહિ પામો!”‘ આ તો યહોવાનું વચન છે.

ચર્મિયા 38:18

પરંતુ જો તમે બહાર જઇ તેને શરણે નહિ જાઓ, તો તેઓનું સૈન્ય આ નગરને આગ લગાડશે અને તમે તેઓનાં હાથમાંથી બચવા નહિ પામો.”‘

ચર્મિયા 52:7

પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું, અને રાતોરાત રાજા પોતાના આખા સૈન્ય સાથે રાજાના બગીચા પાસે આવેલા બે દીવાલો વચ્ચેના દરવાજેથી ભાગી ગયો, આમ બન્યું તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ યર્દનની ખીણ તરફ આગળ વધ્યા.

યર્મિયાનો વિલાપ 12:4

“તારી મુસાફરીનો સામાન બાંધીને તેઓ જુએ તેમ દિવસ દરમ્યાન તારા ઘરમાંથી બહાર કાઢી લાવ. પછી જેમ કેદીઓને દૂરના દેશોમાં લઇ જવામાં આવે છે તે પ્રમાણે સાંજે તેઓની હાજરીમાં ઘરમાંથી બહાર નીકળી પડ.

યર્મિયાનો વિલાપ 12:12

તમારા રાજા પણ આ જ પ્રમાણે તેનાથી ઊંચકી શકાય તેટલો સામાન ઊંચકીને નીકળશે અને ભીંતના બાકોરામાંથી તે બહાર જશે. તે પોતાનું મોઢું ઢાંકી દેશે જેથી તે જોઇ શકે નહિ.

આમોસ 2:14

અને ઝડપી દોડનારની દોડ નકામી જશે. બળવાનની તાકાત લુપ્ત થઇ જશે. અને જાણીતા નામાંકિત યોદ્ધાઓ પણ પોતાનો જીવ બચાવી શકશે નહિ.

Interlinear

Choose Theme