Home Bibles ચર્મિયા 35:13 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 35:13 · ગુજરાતી બાઇબલ

ઇસ્રાએલના દેવ યહોવા કહે છે કે: “યહૂદિયા અને યરૂશાલેમમાં જઇને કહે કે, શું તમે મારાં વચનો સાંભળીને શિખામણ નહિ લો?” આ યહોવાના વચન છે.

Cross references

ગીતશાસ્ત્ર 32:8

યહોવા કહે છે, “જીવનનાં પ્રત્યેક તબક્કે તારે ક્યાં માગેર્ ચાલવું તે હું તને બતાવીશ, હું તારો સતત ખ્યાલ રાખીને હું તને હંમેશા સાચો બોધ આપીશ.

નીતિવચનો 8:10

રૂપાને બદલે મારી સલાહ લો અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો.

નીતિવચનો 19:20

સલાહ સાંભળીને શિખામણ સ્વીકારો; પછી અંતે તમે ડાહ્યા બનશો.

યશાયા 28:9

લોકો કહે છે, “યશાયા પોતાના મનમાં શું સમજે છે કે આપણી સાથે આ પ્રમાણે વાત કરે? અમે શું હમણા જ બોલતા શીખ્યા હોય એવા નાનાં બાળકો છીએ? “

યશાયા 42:23

તમારામાંથી કોઇ મારી વાત ધ્યાનથી સાંભળે એમ છે? કોણે ઇસ્રાએલીઓને લૂંટારાઓને સોંપી દીધા! શું એ યહોવા નહોતા? તેમણે યહોવાનો ગુનો કર્યો હતો, તેઓ તેમના માગેર્ જવા માગતા નહોતા, તેના નિયમોનું પાલન કરવાની ના પાડતા હતા.

ચર્મિયા 5:3

હે યહોવા, તમે વિશ્વાસુપણું ચાહો છો. તમે તેઓને પ્રામાણિક બનાવવા પ્રયત્ન કર્યો. તમે તેઓને શિક્ષા કરી પણ તેઓ સુધર્યા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છતાં પોતાના પાપોથી પાછા ફરવા તેઓએ અસંમતિ દર્શાવી. અને પશ્ચાતાપ નહિ કરવાનો તેઓએ નિરધાર કર્યો છે. તેઓ પાષાણથી પણ વધુ કઠણ છે.

ચર્મિયા 6:8

માટે યરૂશાલેમ, આ ચેતવણી પર તું ધ્યાન આપ. નહિ તો ધૃણાથી હું તારો ત્યાગ કરીશ. તને વસ્તી વગરનું વેરાન બનાવી દઇશ.”

ચર્મિયા 6:10

મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું? કોને ચેતવવા? કોણ સાંભળશે? તેમના કાન તમારા વિષે કંઇ સાંભળવા માંગતા નથી. હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે, તેઓને તે ગમતા નથી.

ચર્મિયા 9:12

મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી?

ચર્મિયા 25:2

અને યમિર્યા પ્રબોધકે યહૂદિયાના બધા લોકોને તથા યરૂશાલેમના બધા વતનીઓને કહ્યું,

ચર્મિયા 32:33

“તેમણે મારા તરફ મોઢું નહિ, પીઠ ફેરવી છે, અને જો કે હું તેમને સતત ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓ સાંભળતા નથી કે શીખતા નથી.

હિબ્રૂઓને પત્ર 12:25

સાવધાન રહો અને જ્યારે તમારી સાથે દેવ બોલે ત્યારે સાંભળવાની ના પાડશો નહિ. યહૂદિઓ ચેતવણી સાંભળવાની ના પાડે છે જે તેઓને પૃથ્વી પર અપાઈ હતી. અને તેઓ તેમાથી બચ્યા નથી. હવે દેવ આકાશમાંથી આપણને કહે છે. જો આપણે તેને સાંભળવાનો અનાદર કરીએ તો આપણે તેમાંથી કેવી રીતે બચી શકીશું?

Interlinear

Choose Theme