“‘અને છતાં, સૈન્યોનો દેવ યહોવા મારા પ્રભુ, તેં મને આજ્ઞા કરી કે, સાક્ષીઓના દેખતાં પૈસા ચૂકવીને ખેતર ખરીદી લે; જો કે શહેર તો અત્યારે બાબિલ વાસીઓના હાથમાં જઇ રહ્યું છે.”
Cross references
તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં; તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.
તેની આસપાસ મેઘ ને અંધકાર છે; ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.
હું તેમના પર તરવાર, ભૂખમરો અને રોગચાળો મોકલીશ. તેઓ જ્યાં સુધી નષ્ટ ન થઇ જાય ત્યાં સુધી હું તેમના પર ત્રાટકીશ પછી તેઓનું અસ્તિત્વ ભૂમિ પરથી મટી જશે જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.”
કારણ કે ઇસ્રાએલના સૈન્યોનો દેવ યહોવાએ કહ્યું છે કે, “લોકો આ દેશમાં ફરીથી ઘરો, ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ ખરીદશે.”‘
“શત્રુએ નગરનાં સામે મજબૂત મોરચાઓ બાંધ્યા છે. બાબિલનું સૈન્ય તરવાર વડે તથા નગરમાં પ્રવર્તતા દુકાળ અને મરકીને કારણે નગરને જીતી લેશે. તમે કહ્યું હતું અને તમે નક્કી કર્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે, તમે તમારી જાતે જોઇ શકો છો.
“‘તમે મારું સાંભળ્યું નથી અને ગુલામોને મુકત કર્યા નથી. તેથી હું તમને યુદ્ધ, દુકાળ અને મરકી, તરવાર, રોગચાળો દ્વારા મૃત્યુને હવાલે કરીશ. બીજા શહેરના લોકો જ્યારે તારી સાથે શું થયું છે એ સાંભળશે ત્યારે ભયભીત થઇ જશે. યહોવા આમ કહે છે.
ઈસુએ ઉત્તર આપ્યો, “હમણા હું શું કરું છું તે તું જાણતો નથી. પરંતુ પાછળથી તું સમજી શકીશ.”
હા, દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે! દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે! દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે! દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ.