Home Bibles ☰ Books ચર્મિયા 30:23 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 30:23 · ગુજરાતી બાઇબલ

“જુઓ યહોવાનો ક્રોધ, દુષ્ટોના માથાને અથડાઇને, ઝંજાવાતથી ઘુમરાતા વંટોળની માફક ગર્જના કરતો ધસી રહ્યો છે.

Cross references

ગીતશાસ્ત્ર 58:9

તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં, પછી તે લીલા હોય કે સૂકા, તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.

નીતિવચનો 1:27

એટલે જ્યારે વંટોળિયાની જેમ તમારી ઉપર ભય ફરી વળશેે, વિપત્તિઓ ફૂટી નીકળશે, સંકટ અને વેદના તમારા પર આવશે.

ચર્મિયા 4:11

“તે સમય આવી રહ્યો છે, જ્યારે યરૂશાલેમના લોકોને કહેવામાં આવશે કે, અરણ્ય તરફથી તેઓના પર બાળી નાખે તેવા પવનો આવે છે. તે તો ઉપણવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવે તેવો હશે નહિ.

ચર્મિયા 23:19

આ યહોવાના ક્રોધનો વંટોળ ચડ્યો છે; એ ધૂમરી લેતો લેતો દુષ્ટોને માથે અફળાશે.

ચર્મિયા 25:32

સૈન્યોના દેવ યહોવા જાહેર કરે છે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં, એક પ્રજામાંથી બીજી પ્રજામાં ફેલાઇ રહી છે, પૃથ્વીના દૂર દૂરને છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાય છે.”

ઝખાર્યા 9:14

યહોવા તેઓને દેખાશે, અને તેના તીર વીજળીની જેમ પ્રહાર કરશે; યહોવા મારા પ્રભુ, રણશિંગું વગાડશે અને દક્ષિણમાં વંટોળિયાની જેમ યહોવા તેમના શત્રુઓની સામે જશે.

Interlinear

Choose Theme