Home Bibles ☰ Books ચર્મિયા 3:9 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 3:9 · ગુજરાતી બાઇબલ

અને તેના કારણે તે એટલી નફફટ થઇ ગઇ છે વ્યભિચારમાં કે પથ્થર અને લાકડાના ટુકડાની પૂજા કરી તેણે ભૂમિને અશુદ્ધ કરી છે.

Cross references

યશાયા 57:3

“પરંતુ તમે જાદુગરના પુત્રો, વ્યભિચારી અને વારાંગનાના સંતાનો! અહીં પાસે આવો.

યશાયા 57:6

ખાડીમાંના સુંવાળા પથ્થરો તમારો વારસો છે, તમે તેને જ લાયક છો, તમે તેમને પેયાપર્ણ અને ખાદ્યાર્પણ ચઢાવો છો. યહોવા કહે છે કે, “શું આ બધાને હું નજર અંદાજ કરીશ?”

ચર્મિયા 2:7

યહોવાએ કહ્યું “હું જ તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઇ આવ્યો, જેથી તેઓ તેની મબલખ ઊપજ ભોગવે. પણ તેમણે તો તેમાં પ્રવેશ કરતાં વેંત તેને અશુદ્ધ બનાવ્યો, મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી.

ચર્મિયા 2:27

તમે લાકડાંની અને પથ્થરની મૂર્તિઓને કહો છો, ‘તમે અમારાં માબાપ છો.’ તમે મારી તરફ પીઠ ફેરવી છે, ‘મને તમારું મોં સુદ્ધાં બતાવતા નથી.’ પણ આફત આવે છે ત્યારે મને હાંક મારો છો, ‘યહોવા આવો, અમને બચાવો!’

ચર્મિયા 3:2

“જરા ઊંચી નજર કરીને ટેકરીઓ તરફ જો, એવી કોઇ જગ્યા છે જ્યાં તું વેશ્યાની માફક ન વતીર્ હોય? ટાંપી બેઠેલા રણમાંના આરબની જેમ તું રસ્તાની ધારે પ્રેમીઓની રાહ જોતી બેઠી છે, અને તેં તારા અધમ વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ષ્ટ કરી છે.

ચર્મિયા 10:8

મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે. તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.

યર્મિયાનો વિલાપ 16:17

તેં મારા આપેલાં સોનાચાંદીના અલંકારો લઇ તેમાંથી પુરુષમૂર્તિઓ બનાવડાવી અને તેની સાથે તે વ્યભિચાર કર્યો.

યર્મિયાનો વિલાપ 23:10

તેઓએ તેના કપડાં ઉતારી લીધા. તેને મારી નાખી અને તેના સંતાનોને પોતાના ગુલામો તરીકે લઇ ગયા. તે એક પાપી સ્ત્રી તરીકે સમગ્ર દેશની સ્ત્રીઓમાં કુખ્યાત બની. કારણ કે તેના આચરણ પ્રમાણે તેને યોગ્ય શિક્ષા થઇ હતી.

હોશિયા 4:12

વ્યભિચારના ભૂતે તેમને ગેરમાગેર્ દોરવ્યા છે.

યોએલ 1:19

હે યહોવા, હું તમને બોલાવું છું, ‘કારણકે અગ્નિએ મરૂભૂમિના ઘાસચારાને ભસ્મ કર્યો છે અને પ્રજવલિત જવાળાઓએ ખેતરના બધા વૃક્ષો બાળી નાખ્યાં છે.

હબાક્કુક 2:19

જે મનુષ્ય લાકડાની મૂર્તિને ઊઠાડવાનો પ્રયત્ન કરે છે. જે માણસ પથ્થરને ખસેડવાની કોશિષ કરે છે તે જોખમમાં છે! શું મૂર્તિ કાંઇ શીખવી શકે છે? તેઓ સોનાથી અને ચાંદીમાં જડાયેલી છે, પણ તેની અંદર શ્વાસ બિલકુલ નથી.

Interlinear

Choose Theme