કેમકે તેઓએ તમને જૂંઠુ કહ્યું છે, જો તમે તેમની સલાહ માનશો અને બાબિલના રાજાના શરણે નહિ જાવ તો તમને તમારી ભૂમિમાથી હાંકી કાઢવામાં આવશે. હા, હું તમારો પીછો પકડીશ. અને તમે નાશ પામશો.
Cross references
ત્યારે યહોવાએ કહ્યું, “પ્રબોધકો મારે નામે જૂઠાણું ચલાવે છે. મેં એમને મોકલ્યા નથી, મેં એમને કોઇ આજ્ઞા આપી નથી. તે પ્રબોધકો તમને ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાનાં ભ્રામક દિવ્યસ્વપ્નો સંભળાવે છે.
તેઓ કહે છે, “ગઇ રાત્રે યહોવા તરફથી મને એક સ્વપ્નદર્શન થયું. તે સાંભળો, ‘અને પછી તેઓ મારા નામે જૂઠી વાતો કરે છે.’
તેણે કહ્યું છે, “‘પ્રબોધકોની વાત ના સાંભળશો, જેઓએ તમને કહ્યું છે કે, તમારે બાબિલના રાજાની સેવા ન કરવી, કારણ કે તેઓ જૂઠા છે.
તેથી આ એ છે, જે યહોવા કહે છે, ‘હું પૃથ્વીના નકશા પરથી તારું નામોનિશાન મીટાવી દઇશ. આ વર્ષના અંત પહેલા તું મૃત્યુ પામીશ. કારણ કે તે જ લોકો પાસે દેવની આજ્ઞાનો અનાદર કરાવ્યો છે.”‘
આ નગર બાંધવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી તેઓએ હું ક્રોધિત થાઉં તેવા જ કાર્યો કર્યા છે. તેથી તેઓને દૂર કરવાનો મેં નિરધાર કર્યો છે.
તમારા પ્રબોધકોએ કહ્યું કે તેમને સંદર્શન થયું હતું પણ તેઓ જુઠું બોલી રહ્યા છે અને તને છેતરે છે, અને તને તારા અપરાધો વિષે ન કહીને તેણે તને સુધરવાની તક જ નહોતી આપી.
અને જો કોઇ પ્રબોધક છેતરાઇને સંદેશો આપશે કે મેં યહોવાએ તે પ્રબોધકને છેતર્યો છે તો હું તેની સામે મારો હાથ ઉગામીશ, અને મારા ઇસ્રાએલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ.
જ્યારે મૂર્તિઓ અર્થ વગરનું બોલે છે. અને જોષીઓ જૂઠા જોષ જુએ છે, સ્વપ્ન જોનારાઓ ખોટાં સ્વપ્નો વર્ણવે છે અને અવાસ્તવિક ભરોસો આપે છે, આથી લોકો બકરાઁની જેમ રખડે છે, તેઓ દુ:ખી છે કારણ, હુમલા સામે તેઓનું રક્ષણ કરનાર કોઇ પાળક નથી.