Home Bibles ☰ Books ચર્મિયા 26:13 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 26:13 · ગુજરાતી બાઇબલ

માટે હવે તમારાં આચરણ અને કમોર્ સુધારો અને તમારા દેવ યહોવાનું કહ્યું સાંભળો, તો કદાચ તે તમારા પર જે આફત ઉતારવાની પોતે ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળે.

Cross references

નિર્ગમન 32:14

તેથી યહોવાએ પોતાના લોકોનું ખોટું કરવાનો જે વિચાર કર્યો હતો તે જતો કર્યો.

પુનર્નિયમ 32:36

યહોવાનો ન્યાય તેના લોકોના પક્ષમાં હશે, તેઓ દયા દર્શાવી સૌને બચાવી લેશે; ગુલામ અને મુકત બંનેની શકિત ક્ષીણ થતાં જોઈ તે દુ:ખી થશે.

ન્યાયાધીશો 2:18

જયારે જયારે યહોવા તેમના ઉપર કોઈ ન્યાયાધીશ નીમતા ત્યારે તેઓ તેની સાથે રહેતા, તેણે તેઓની કાળજી લીધી અને તેમનું તેમના શત્રુઓથી રક્ષણ કર્યુ. તેણે તેઓની ઉપર દયા બતાવવા આમ કર્યુ કારણકે તેઓના શત્રુઓ દ્વારા તેમના ઉપર જુલમો અને અત્યાચારો થયાં હતાં.

યશાયા 1:19

“જો તમે રાજીખુશીથી આજ્ઞા પ્રમાણે વર્તશો, ને કામ કરશો તો તમે ધરતીનો મબલખ પાક ભોગવવા પામશો.

યશાયા 55:7

દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણોનો ત્યાગ કરે; અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે; તેઓ યહોવા પાસે પાછા ફરે; તે તેમના પર દયા કરશે; આપણા દેવને ચરણે પાછા વળો; તે પૂરી માફી આપશે.

ચર્મિયા 7:3

ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન સાંભળો, તે કહે છે; ‘તમારાં આચરણ અને કમોર્ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઇશ.

ચર્મિયા 7:7

તો હું તમને આ દેશમાં વસવા દઇશ. આ ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે.

ચર્મિયા 18:8

અને તે પ્રજા જો દુષ્ટ માગેર્થી પાછી વળે તો તેના પર આફત ઉતારવાનો મેં કરેલો વિચાર માંડી વાળું;

ચર્મિયા 26:3

કારણ કે કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માગોર્થી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે સર્વ શિક્ષા હું તેઓ પર રેડી દેવાને તૈયાર છું. તે હું તેઓ પર ન મોકલું.”

ચર્મિયા 26:19

“શું યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધાં લોકોએ આ માટે મીખાહને મારી નાખ્યો હતો? તેને બદલે, હિઝિક્યાએ યહોવાનો ડર રાખીને તેની પાસે માફી નહોતી માગી? આને કારણે યહોવાએ તેમના પર જે આફત ઉતારવાની ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળ્યું. આ રીતે તો આપણે જ આપણા પર મોટી આફત નોતરીશું.”

ચર્મિયા 35:15

મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, તમારા દુષ્ટ માગોર્થી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો. તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો;’ પણ તમે કાન ધર્યા નહિ, ને મારું સાંભળ્યું નહિ.

ચર્મિયા 36:3

કદાચ હું યહૂદિયાના લોકો પર જે આફતો ઉતારવાનું વિચારું છું તે તેઓ જાણવા પામે અને ખોટે રસ્તે જવાનું છોડી દે, તો હું તેમનાં દુષ્કૃત્યો અને પાપ માફ કરું.”

ચર્મિયા 38:20

યમિર્યાએ પ્રત્યુત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તું કેવળ યહોવાને આધીન થશે તો તારું જીવન બચી જશે અને બધા સારા વાનાં થશે.

ચર્મિયા 42:10

‘જો તમે ફરી આ દેશમાં જ નિવાસ કરશો તો હું તમને આશીર્વાદ આપીશ, તોડી પાડીશ નહિ, તમારા મૂળીયાં રોપીશ, ઉખેડી નાખીશ નહિ, કારણ તમારા પર મેં આફત ઉતારી તેનો મને પસ્તાવો થાય છે.

Interlinear

Choose Theme