સાબુ તથા ખારો મોટા પ્રમાણમાં વપરાય તોપણ તે તમને શુદ્ધ કરી શકશે નહિ, યહોવા દેવ કહે છે કે, તારા અપરાધોના ડાઘ સદા મારી આંખો સમક્ષ છે.”
Cross references
યહોવા કહે છે: ‘સજા માંરી પાસે રક્ષિત છે, મેં તેને માંરા સંગ્રહખાનામાં તાળું માંરી રાખ્યાં છે.
ત્યારે દાઉદે ઊરિયાને કહ્યું, “આજની રાત તું અહીં રહે. અને આવતી કાલે હું તને લડાઈમાં પાછો મોકલીશ.”તેથી ઊરિયા તે દિવસે યરૂશાલેમમાં બીજી સવાર સુધી રહ્યો.
જો હિમથી હું મારું શરીર ધોઉં અને સાબુથી મારા હાથ ચોખ્ખાં કરું.
તો પણ દેવ મને ખાઇમાં નાખી દેશે અને મારા પોતાનાં જ વસ્ત્રો મને ઘૃણા કરશે.
તમે મારા પાપોને એક થેલામાં બાંધશો, અથવા તમે મારા ગુનાઓ ઉપર ચીતરશો!
તમે અમારાં બધાં પાપો, અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો અને તે બધાં તમે જોઇ શકો છો.
હે યહોવા, અમારા પ્રભુ; જો તમે ખરેખર અમને અમારા પાપો માટે શિક્ષા કરી હોત, તો કોઇનું અસ્તિત્વ રહેત નહિ.
કારણ કે હું આખો વખત તેમનું અને તેમના પાપોનું નિરીક્ષણ કરું છું. તેથી મારાથી કશું છુપું રહેતુ નથી.
યહોવા કહે છે, “યહૂદિયાનું પાપ લોઢાના ઢાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે; તે તેઓના હૃદયની પાટી પર કોતરેલું છે અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે;
યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: ‘એ ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે! તું કટાઇ ગયેલી કઢાઇ જેવી છે, જેનો કાટ કદી ઊખડે એમ નથી. તું દુષ્ટતાથી ભરેલી છે. તેથી એક પછી એક ટુકડા લઇ લેવામાં આવે છે. પણ કોઇ તે ખાવાના નથી.
ઇસ્રાએલના પાપો ચોપડે નોંધવામાં આવેલા છે અને યોગ્ય સમયે શિક્ષા માટે તે ભરી રાખેલા છે.
યહોવાએ ઇસ્રાએલના ગૌરવના સમ ખાધા છે કે, “નિશ્ચે હું કદી એ લોકોનાં કુકમોર્ ભૂલીશ નહિ.