Home Bibles ☰ Books ચર્મિયા 18:13 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 18:13 · ગુજરાતી બાઇબલ

તેથી યહોવા કહે છે, “બધી પ્રજાઓમાં જઇને પૂછો, ‘કોઇએ કદી આવું સાંભળ્યું છે?’ મારી પ્રજા ઇસ્રાએલે ભયંકર કૃત્ય કર્યું છે.

Cross references

1 શમુએલ 4:7

તેથી તેઓ ગભરાઈ ગયા અને કહ્યું, “દેવ તેમની છાવણીમાં આવ્યા છે! હવે આપણે પહેલા કદી નથી પડી તેવી મુશ્કેલીમાં પડીશું.

યશાયા 36:22

પછી મહેલના મુખ્ય કારભારી હિલ્કીયાના પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને નોંધણીકાર આસાફના પુત્ર યોઆહે દુ:ખના માર્યા પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, અને હિઝિક્યા પાસે જઇને સંદેશવાહકે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું.

યશાયા 66:8

આવું કદી કોઇએ જોયું છે કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં કદી કોઇ દેશ અસ્તિત્વમાં આવે ખરો? સિયોનને પ્રસવ વેદના વેઠવી પડશે નહિ, અને તે પહેલાં એ દેશને જન્મ આપશે.

ચર્મિયા 2:10

સાગર પાર કરી પશ્ચિમમાં જાઓ કે પૂર્વમાં તપાસ કરો. ધ્યાનથી જુઓ અને વિચાર કરો, આવું કદી બન્યું છે ખરું ?

ચર્મિયા 2:12

આ જોઇને આઘાત પામો. ઓ સ્વર્ગ આઘાત પામો, અને સંપૂર્ણ વિનાશ પામો.” આ યહોવાની વાણી છે.

ચર્મિયા 5:30

યહોવા કહે છે, “દેશમાં ભયંકર આઘાતજનક વાતો બની રહી છે:

ચર્મિયા 14:17

યહોવાએ મને કહ્યું, “તારે લોકોની આગળ આ પ્રમાણે કહેવું; ‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો, કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે.

ચર્મિયા 23:14

પરંતુ યરૂશાલેમના પ્રબોધકોમાં તો મેં આનાથી પણ ભયંકર કૃત્યો જોયાં છે; તેઓ વ્યભિચાર કરે છે, અને અન્યોને છેતરે છે, દુષ્ટ માણસોને સાથસહકાર આપે છે જેથી દુષ્ટતામાંથી કોઇ પાછું વળતું નથી; મારે મન તેઓ બધા સદોમ અને ગમોરાના લોકો જેવા છે, જેઓ સંપૂર્ણ રીતે ષ્ટ થઇ ગયા છે.”

ચર્મિયા 31:4

હું તને ફરીથી પર ઉઠાવીશ અને તું પાછી ઊભી થશે. ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી શણગારાઇશ અને આનંદથી નાચવા લાગીશ.

યર્મિયાનો વિલાપ 1:15

“યહોવાએ મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે, અને મારાં તરૂણ યોદ્ધાઓને કચડી નાખવા માટે ટૂકડીઓ તૈયાર કરી છે. અને યહોવાએ યહુદાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે, ખરાબર એવી જ રીતે જેમ દ્રાક્ષારસ બનાવવા માટે કોઇ દ્રાક્ષને ખૂદે.

હોશિયા 6:10

ઇસ્રાએલમાં મેં રૂવાટાં ઉભા થાય એવી એક બાબત જોઇ છે. અને એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, લોકો બીજા દેવોની પૂજા કરીને ષ્ટ થયા છે.

આમોસ 5:1

હે ઇસ્રાએલના વંશજો તમારા માટે હું દુ:ખનાં ગીતો ગાઉં છું તે સાંભળો,

આમોસ 5:2

ઇસ્રાએલની વિશુદ્ધતા ભાંગી પડી છે. તે ફરીથી ઊભી થઇ શકશે નહિ; તેણે તેની પોતાની જ જમીનનો ત્યાગ કર્યો છે. અને તેને ઊભા થવા માટે મદદ કરે તેવું કોઇ નથી.

1 કરિંથીઓને 5:1

લોકો ખરેખર આમ બોલી રહ્યા છે કે તમારામાં વ્યભિચારનું પાપ છે. અને વ્યભિચારનું એક એવા ખરાબ પ્રકારનું પાપકર્મ છે કે જે લોકો દેવને જાણતા નથી તેવા લોકોમાં પણ વ્યાપ્ત નથી. લોકો આમ કહે છે કે પેલા માણસ સાથે તેના પિતાની પત્ની છે.

Interlinear

Choose Theme