Home Bibles ચર્મિયા 17:8 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 17:8 · ગુજરાતી બાઇબલ

તે ઝરણાની ધારે રોપેલા ઝાડ જેવો છે, જેના મૂળિયા પાણી તરફ ફેલાયેલાં છે; તાપ પડે તોય એને કશું ડરવા જેવું નથી; એનાં પાંદડા લીલાછમ રહે છે. દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા નથી, તે ફળ આપતું જ રહે છે.

Cross references

અયૂબ 8:16

તે માણસ વનસ્પતિના એક છોડ જેવો છે જેની પાસે પુષ્કળ પાણી અને સૂર્ય પ્રકાશ છે. તેની ડાળીઓ આખા બગીચામાં ફેલાય છે.

ગીતશાસ્ત્ર 1:3

તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે, એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે; તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી. તેઓ જે કાઇ કામ કરે છે, તેમાં સફળ થાય છે .

ગીતશાસ્ત્ર 92:10

પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે; મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.

યશાયા 58:11

હું સતત તમને દોરતો રહીશ, અને મરુભૂમિમાં પણ તમને કશાની ખોટ નહિ પડવા દઉં. હું તમારા અંગોમાં બળ પૂરીશ. અને તમે જળ સીંચેલી વાડી જેવા, સદા વહેતાં ઝરા જેવા બની જશો.

ચર્મિયા 14:1

યહોવા શા માટે વરસાદને રોકી રાખતા હતાં તે સમજાવતો આ વચન, યહોવા તરફથી યમિર્યા પાસે આવ્યું:

યર્મિયાનો વિલાપ 31:4

વરસાદના પાણીથી તેને પોષણ મળ્યું છે. પાતાળપાણી પીને એ ઊંચું વધ્યું છે. તેના રોપાઓની આસપાસ નદીઓ વહેતી હતી; અને તેના વહેણાંથી વનમાંના સર્વ વૃક્ષોને પાણી મળતું હતું.

યર્મિયાનો વિલાપ 47:12

એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.”

Interlinear

Choose Theme