જંગલી ગધેડાં ઉજ્જડ ટેકરા પર ઊભાં ઊભાં શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે. તેમની આંખે જાંખ વળે છે અને અંધારા આવે છે. કારણ કે, તેઓને ખાવા માટે ઘાસ નથી.”
Cross references
યોનાથાને તેને કહ્યું, “માંરા પિતાએ લોકોની ભારે કુસેવા કરી છે. જો, થોડું મધ ચાખવાથી પણ હું કેવો તાજો થઈ ગયો છું!
જંગલી ગધેડાંને કોણે છૂટો મૂક્યો? અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે?
તું રાનમાં ઊછરેલી જંગલી ગધેડી છે, જે કામાવેશમાં છીંકારા કરતી રણમાં દોડી જાય છે, વેતરે આવી હોય ત્યારે કોણ એને રોકી શકે? કોઇ નરે તેની પાછળ કાલાવાલા કરવાની જરૂર નથી. વેતરે આવતાં એ જાતે આવીને ઊભી રહેશે.
મદદની આશામાં સમય જોઇ જોઇ, અમારી આંખો પણ થાકી ગઇ. પ્રજા રક્ષકની આશાએ રાહ જોઇ રહી પરંતુ અમને બચાવવા કોઇ ન આવ્યું.
આને કારણે અમારા હૃદય બીમાર થઇ ગયા છે, અને આને લીધે અમારી આંખોએ અંધારા આવી ગયા છે.
ઢોર ભાંભરી રહ્યાં છે! અને બળદો મુંજાયા છે; કારણકે તેઓ માટે ઘાસચારો રહ્યો નથી. ઘેટાંનાં ટોળાંઓ પણ કષ્ટ સહન કરી રહ્યાં છે.